તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 29th April 2026
માતાને મળવા શનાળાથી રાજકોટ આવેલી મહિલા બેભાનઃ ૧૦૮ની ટીમ અને પોલીસે તેણી પાસેના ૫૮ હજાર ભાનમાં આવ્યા બાદ પરત કર્યા

રાજકોટઃ મોરબીમાં શનાળા રોડ પર રહેતી ભાવનાબેન મનોજભાઇ (ઉ.વ.૪૦) નામની મહિલા રાજકોટ રૈયા ચોકડી નજીક રહેતી પોતાની માતાની તબીયત સારી ન હોઇ તેની ખબર પુછવા સવારે સાડા દસેક વાગ્યે રાજકોટ આવી ત્યારે માતા ઘરે ન મળતાં તેણી નાણાવટી ચોક પાસે ચાલીને જતી હતી ત્યારે ચક્કર આવતાં બેભાન થઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ મારફત તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ વખતે તેણી પાસેથી રૂા. ૫૮૪૫૦ રોકડા મળ્યા હોઇ ઇએમટી અને પાઇલોટે આ રકમ હસ્તગત કરી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. જયશ્રીબેનને આપતાં તેમણે ભાવનાબેન ભાનમાં આવ્યા બાદ આ રકમ પરત કરતાં તેણીને પોતાની રકમ પરત મળી જતાં ૧૦૮ની ટીમ અને પોલીસનો આભાર માન્યો હતો.
(3:58 PM IST)










