News of Saturday, 9th May 2026
પરિવારે મુસ્લિમ યુવાન સાથે લવમેરેજ કરવાની ના પાડતાં યુવતિઍ પોતાના પેટમાં છરી ભોંકી
માધાપર ચોકડી પાસે રહેતી યુવતિના પિતા હયાત નથીઃ ઍક મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ છેઃ ૨૪ વર્ષની યુવતિ સારવારમાં

રાજકોટ તા. ૯ઃ શહેરની માધાપર ચોકડી નજીક રહેતી ઍક ૨૪ વર્ષની યુવતિને તેના પરિવારજનોઍ મુસ્લિમ યુવાન સાથે લવમેરેજ કરવાની ના પાડતાં તેણીને માઠુ લાગી જતાં પોતાના જ પેટમાં છરી ભોંકી દઇ ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ માધાપરથી આગળ નવી કોર્ટ નજીક રહેતી ૨૪ વર્ષની યુવતિઍ રાતે દોઢેક વાગ્યે પોતાના પેટમાં જાતે છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. યુવતિને ગંભીર ઇજા પહોંચી હોઇ રાતે જ તબિબો ઓપરેશન માટે લઇ ગયા હતાં.
યુવતિના પિતા હયાત નથી. તે રિક્ષામાં આવતી જતી હોઇ જેથી તેની ઓળખ ભગવતીપરા વિસ્તારના મુસ્લિમ યુવાન સાથે થઇ હતી. ઍક મહિનાથી આ ઓળખાણ પ્રેમમાં પલ્ટાઇ ગઇ હતી. યુવતિ હવે આ યુવાન સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ પરિવારજનો આ લગ્ન માટે મંજુરી આપતાં ન હોઇ જેથી માઠુ લાગી જતાં જાતે છરી ભોîકી દીધી હતી. પોલીસે નિવેનદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
(3:37 PM IST)










