<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

નવનિયુકત પદાધિકારીઓના નેતૃત્‍વમાં રાજકોટ વધુ ગતિશીલ બને તેવી શુભેચ્‍છાઃ ડો. જૈમન ઉપાધ્‍યાય

 

રાજકોટઃ મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ મેયર ડો.નેહલભાઇ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા સહિતનાને શુભેચ્‍છા પાઠવતા શહેરના પુર્વ મેયર ડો. જૈમન ઉપાધ્‍યાયએ જણાવ્‍યું કે, રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી  ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, ત્‍યારે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે તેમાં વધુને વધુ વિકસ્‍તિ થઇ રહેલા મહાનગરોમાં રાજકોટ પણ સ્‍માર્ટ સિટી બની રહ્યું છે. ત્‍યારે નવનિયુકત પદાધિકારીઓના નેતૃત્‍વમાં આવનારા સમયમાં દેશના નકશામાં રાજકોટ ગતિશીલ અને પ્રગતિશીલ બની સ્‍માર્ટ સિટીમાં અગ્રેસર રહે તેવી શુભચ્‍છા પાઠવું છું.

મ્‍યૂ. કોર્પોરેશન સફાઇ કામદાર એસો. દ્વારા નવી ટીમને શુભેચ્‍છા 

રાજકોટઃ મ્‍યુનિસ્‍પિલ કોર્પોરેશન સફાઇ કામદાર એસોસિએશન યુનિયનના પ્રતિનિધિઓ, મંત્રી શ્રી શંકરભાઇ વાઘેલા, તુલસીભાઇ વાડોદરા, ભવાનભાઇ શીંગાળા, પ્રવિણભાઇ શીંગાળા, તુલસીભાઇ કે. વાઘેલા, મિત્ર વાલ્‍મિીકી સમાજ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રતિનિધિઓ પ્રમુખ પ્રવિણભાઇ સોઢા, ઉપપ્રમુખ પ્રેમજીભાઇ રાઠોડ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઇ રાઠોડ, મંત્રી રાજેશભાઇ સોઢા, સહમંત્રી રમેશભાઇ સોઢા, ખજાનચી મહેન્‍દ્રભાઇ ગોહેલ, યુવા વાલ્‍મિકી સંગઠન રાજકોટ શહેર પ્રમુખ ગૌતમભાઇ ચૌહાણ, દશરથભાઇ પુરબીયા, જીજ્ઞેશભાઇ ચૌહાણ,પિયુષભાઇ વાઘેલા, શનિભાઇ મકવાણા, ચિરાગભાઇ પરમાર, સમસ્‍ત વાલ્‍મિીકી વિકાસ સમિતિ, રાજકોટ શહેર પ્રમુખ ધર્મેશભાઇ કાળુભાઇ વાઘેલા, મંત્રી અશોકભાઇ બાબરીયા, મહામંત્રી સાગરભાઇ રાઠોડ, અધ્‍યક્ષ સતિષભાઇ પરમાર, સતનામ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જયેશભાઇ ઘાવરી, ઉપપ્રમુખ દિલીપભાઇ સોલંકી, મંત્રી દલસુખભાઇ ઘાવરી, અજયભાઇ વાઘેલા, પરસોતમભાઇ વાઘેલા, શ્‍યામભાઇ સોલંકી, કિશનભાઇ વાઘેલા સહિતના વિવિધ સંસ્‍થાઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક-મેયર માનનીય નેહલભાઇ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેનશ્રી પરેશભાઇ પીપળીયા, શાસન પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીશ્રીઓને શુભેચ્‍છા પાઠવાઇ છે. આગામી સમયમાં શહેર સમગ્ર વાલ્‍મિકી   સમાજ એકસંગઠીત બની તેઓનું હારતોરા તેમજ પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરવામાં આવશે.

 નવનિયુકત ટીમને કોર્પોરેટર કિરણબેન માકડીયાની શુભેચ્‍છા 

મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર અને શહેર ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કિરણબેન માકડિયાએ મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે, ભાજપના નેતૃત્‍વમાં શહેરનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે અને શહેરમાં લોકોએ પણ ભાજપમાં વિશ્વાસ વ્‍યકત કર્યો છે. ત્‍યારે આગામી દિવસોમાં મહાનગરપાલિકાના મેગા સિટી બને અને તે માટે નવનિયુકત પદાધિકારીઓ મેયર ડો. નેહલભાઇ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઇ ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા સહિતના પ્રયત્‍શીલ બને તેવી શુભેચ્‍છા પાઠવું છું.

નવીટીમ વિકાસ કામોને વેગ આપે તેવી બ્રહ્મસેનાની શુભેચ્‍છા

રાજકોટ મહાનગર પાલિકાના નવનિયુકત મેયર નેહલભાઇ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા તથા શાસકપક્ષના નેતા અને બ્રહ્મ સેના દ્વારા શુભકામના અભિનંદન સાથે રાજકોટ શહેર ખાતેના વિકાસ તથા લોકહિતના કામને અગ્રિમતા આપી સેવારત રહો રાષ્‍ટ્રીયતા અગ્રિમતા આપીને સેવારત રહો એવી અભ્‍યર્થના સાથે બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલ તથા મુખ્‍ય કારોબારીના ચંદુભાઇ રાજયગુરુ, ભુપતભાઇ વ્‍યાસ, વસંતરાય જાની, કલ્‍પેશભાઇ રાવલ તથા રાજકોટ શહેર વિભાગના મૌલિકભાઇ રાવલ, સંજયભાઇ વ્‍યાસ,ડો. પાર્થ પંડયા, પ્રફુલભાઇ રાજયગુરુ, નવીનભાઇ રાજયગરુ, રાજેશભાઇ જોષી, મહેશભાઇ દવે, બીપીનભાઇ દવે, મયુરભાઇ વ્‍યાસ, વિરેનભાઇ જાની, મુકુન્‍દભાઇ પંડિત, રાજુભાઇ રાવલ, ભાવિકભાઇ મહેતા, હેમેન્‍દ્રભાઇ ભટ્ટ, જયેશભાઇ પંડયા, મુકેશભાઇ રાવલ, રાજેન્‍દ્રપ્રસાદ જાની, વિશાલભાઇ જાની, હિતેષભાઇ મહેતા, ભાવીનભાઇ મહેતા, સચિનભાઇ જોષી, મુકેશભાઇ વ્‍યાસ, નયનભાઇ જાની, દિપકભાઇ જાની, વગેરે સભ્‍યો હોદેદારો તથા મહિલા પાંખ, સ્‍નેહીજનો બંધુઓએ શુભેચ્‍છા પાઠવી છે. (

(3:06 PM IST)