તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
રાજકોટ મહાનગરપાલિકામાં થયેલા નવા શાસકીય બદલાવ પ્રજાકીય અપેક્ષા પુરી કરી શકશે?
નવા શાસકો મીટીંગ અને સેટિંગના સમીકરણો તોડી શકશે? ‘વાદા તેરા વાદા' તેવુ ન થાય તો ઉતમ!!

હાલમાં રાજકોટ મ્યુનિ.કોર્પો.માં ચુંટણીના લાંબા સમયગાળા બાદ નવા નેતૃત્વ હેઠળ કામગીરીના મંડાણ થયા છે. તે સંજોગોમાં તાત્કાલીક તો કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચવુ ઉતાવળીયુ પગલુ ગણાશે. છતા પણ પ્રજાકીય આશા અને અપેક્ષા ઉપર નવી નેતાગીરી ઉણી ન ઉતરે તે જોવાની ફરજ નવી ચુંટાયેલી પાંખની છે તે પણ વિવાદરહિત સત્ય છે જ.
આપણા રાજકોટમાં સમસ્યાઓ અથવા એમ કહો કે હાડમારી, હેરાનગતિ, ભ્રષ્ટાચાર વગેરે જોવા અને જાણવા માટે એ.આઇ.ની જરૂર તો નથી જ. રાજકોટના તમામે તમામ વર્તમાનપત્રો આવા પ્રશ્નોને વાચા આપીને સતાધારી પક્ષનો કાન આમળતા રહે છે (કોઇ શક?)
તો પછી સવાલ એ છે કે સતા ઉપરના લોકોને આ બધુ દેખાતુ નથી? કે પછી પાંચ વર્ષ પછી જ જવાબ દેવાનો છે તે ખબર હોવાથી આરામમાં રહે છે!! નવનિયુકત મેયર નેહલભાઇ શુકલ અને તેમની ટીમ પાસે લોકોને અપેક્ષા છે. તાત્કાલીક કોઇ નિર્ણય લેવો તે ઉચીત ન ગણાય. છતા પણ નેહલભાઇ સહિતના ઘણા કોર્પોરેટરો પ્રજાકીય સમસ્યાઓથી સારી પેઠે વાકેફ તો છે જ.
રાજકોટ ભાજપનો જુથવાદ તો બહુ જાણીતી ઘટના છે કોઇને આમા નવિન લાગતુ પણ નથી. ‘‘સ્વસ્તિક'' આકારે કામ કરતુ શહેર ભાજપ (એટલે કયારેય જેના ચાર ખુણા ભેગા ન થતા હોય તેમ) શહેર અને તેના નાગરિકો તરફ ધ્યાન કેન્દ્રીત કરે તે સમયની માંગ છે.
કથળી ગયેલો વહીવટ તુમારશાહી, અમલદાર શાહી, મીટીંગ અને સેટિંગની જુગલબંધી, આંતરીક ટાંટીયાખેંચ, ભ્રષ્ટાચાર, મીલીભગત વગેરે સામે લડીને સુચારૂ અને સ્વચ્છ કાર્યક્ષમ વહિવટ આપવાની જવાબદારી નવી નેતાગીરી ઉપર છે, તેમ નથી લાગતુ? (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર)
વધારે વિકાસ નહી થાય તો ચાલશે નહી પણ દોડશે હાલમાં જે છે તેનો કાર્ય ક્ષમતાથી ઉપયોગ થાય તો પણ ભયો ભયો તેમ નાગરિકો માની રહયા છે. વારંવાર, સતત અને અવિરતપણે વર્તમાનપત્રોમાં પ્રેસનોટો દ્વારા પબ્લિીસીટી મેળવવાની બીમારીમાંથી નવા શાસકો મુકત થાય તો વધારે સારૂ રહેશે
પ્રદેશમાંથી આવતી સુચનાઓ અને સુચનો!! (આ બંનેનો અર્થ એક જ થાય!!) પ્રત્યે જેટલા ઉમંગ અને ઉત્સાહથી દોડધામ થાય તે જ ગતિથી પ્રજાકીય પ્રશ્નો ઉકેલાય તો જ સકારાત્મક ગણી શકાય તેમ છે અત્યારે તો‘‘જસ્ટ વેઇટ એન્ડ વોચ''
(2:46 PM IST)










