તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે ગુજરાતમાં પીએમ-સેતુ અમલીકરણનું નેતૃત્ત્વ કરશે
આઇટીઆઇ ક્લસ્ટર માટે વ્યુહાત્મક રોકાણ યોજના મંજૂર

રાજકોટ તા. ૯ : કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઇ)ની અધ્યક્ષતા ધરાવતી નેશનલ સ્ટીયરિંગ કમિટી દ્વારા વ્યુહાત્મક રોકાણ યોજના (એસઆઇપી)ની મંજૂરી મળવાને પગલે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ને ભારત સરકારના વિશેષ કાર્યક્રમ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ આઇટીઆઇ (પીએમ-સેતુ) પહેલ હેઠળ સુરત આઇટીઆઇ ક્લસ્ટર માટે ઍંકર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી છે.
મંજૂરી અંગે એએમ/એનએસ ઈન્ડિયાના એચઆર અને એડમિનિસ્ટ્રેશનના નિર્દેશક અને વાઇસ પ્રસિડેન્ટ શ્રીમાન આશુતોષ તેલંગે જણાવ્યું હતું કેં પીએમ-સેતુ હેઠળ સુરત આઇટીઆઇ ક્લસ્ટરની મંજૂરી ગુજરાતના કૌશલ્ય ઇકોસિસ્ટમ માટે એક નોંધપાત્ર સીમાચિન્હ છે અને સરકાર, ઉદ્યોગ અને શિક્ષણવિદ્ો વચ્ચે સહયોગની શક્તિને મજબૂત બનાવે છે. ગુજરાત હજીરા ખાતે એએમ, એનએનસ ઇન્ડિયાનું મુખ્ય સ્ટીલ ઉત્પાદન સંકુલનું ઘર છે. આ પરિવર્તનશીલ પહેલ મારફત રાજયના ભવિષ્યના કાર્યકદળને મજબૂત બનાવવા યોગદાન આપીને ગર્વ અનુભવીએ છીએ.
(2:53 PM IST)










