<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

તમે કેમ ફરિયાદ લેતાં નથી? કહી બજરંગ દળ કાર્યકરે પોલીસ સ્‍ટેશનમાં રાડારાડી કરી જોઇ લેવાની ધમકી દીધી

મહિલા અરજદાર પાસે મહિલા પોલીસની હાજરીમાં વિગતો મેળવવાની હોઇ પીઆઇએ ચેમ્‍બર બહાર બેસવાનું કહેતાં માથાકુટ : હેડકોન્‍સ. નણવરસિંહ વાળાએ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાવ્‍યોઃ રેલનગરના બજરંગ દળ કાર્યકર હર્ષભાઇ મુથરેજા પોતાને પોલીસે મારકુટ કર્યાની ફરિયાદ સાથે હોસ્‍પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૦: શહેરના રેલનગરમાં રહતાં અને બજરંગ દળના ચાર વોર્ડના પ્રમુખની જવાબદારી નિભાવતાં યુવાને પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં મહિલા અરજદાર સાથે જઇ હેડકોન્‍સ્‍ટેબલને તમે કેમ ફરિયાદ નોંધતા નથી? તેમ કહ્યા બાદ પીઆઇની ચેમ્‍બરમાં મહિલા પોલીસની હાજરીમાં મહિલા અરજદારની પુછતાછ કરવાની હોઇ તેને બહાર જવાનું કહેવાતાં તેણે રાડારાડી કરી બાદમાં હું બજરંગદળનો પ્રમુખ છું, તમને બધાયને જોઇ લઇશ કહી ફરજમાં રૂકાવટ કરતાં ગુનો નોંધાયો છ.ે બીજી તરફ આ યુવાન પોતાને પોલીસે મારકુટ કર્યાના આક્ષેપો સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં તપાસ શરૂ થઇ છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. નરવણસિંહ કાબાભા વાળાની ફરિયાદ પરથી રેલનગર શ્રી અંબે પ્રાઇડ ફલે નં. ૫૦૧ એ-વીંગ પાણીના ટાંકા સામે રહેતાં હર્ષ વાસુદેવભાઇ મુથરેજા વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હેડકોનસ. નરવણસિંહ વાળાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૯ના રોજ પોલીસ કમિશનર કચેરી તરફથી એક અરજી આવી હોઇ તે અંતર્ગત અરજદાર મહિલાનું નિવેદન લેવાનું હોઇ અરજદારને ફોનથી જાણ કરી હતી. આ વખતે મને એક નંબર પરથી ફોન આવ્‍યો હતો. જેમાં ફોન કરનારે પોતે કોૈશિકભાઇ સરધારા હોવાનું કહ્યું હતું અને જણાવ્‍યું હતું કે તેમને વિશ્વ હિન્‍દુ પરિષદના જીલ્લા પ્રમુખનો ફોન આવ્‍યો હતો અને તમારે જે મહિલાની અરજી છે તેમની ફરિયાદ લેવાની છે, જેથી વિશ્વ હિન્‍દુ પરિષદના મંત્રી પણ સાથે આવશે, જેથી તેમની ફરિયાદ લઇ લેજો. બાદમાં સાંજે સાડા પાંચેક વાગ્‍યે હું પોલીસ સ્‍ટેશનમાં હતો ત્‍યારે અરજદાર યુવતિ સાથે રેલનગરમાં રહેતાં હર્ષભાઇ વાસુદેવભાઇ મુથરેજા આવ્‍યા હતાં. આ હર્ષભાઇએ મને જણાવેલ કે હું બજરંગદળ-વિશ્વ હિન્‍દુ પરિષદ સોૈરાષ્‍ટ્ર પ્રાંતના સહ પ્રમુખ છું, તમે આ બહેનની ફરિયાદ કેમ નથી લેતા? જેથી મેં તેમને જણાવલ કે આ બહેનને ફરિયાદ લેવા માટે જ અહિ બોલાવ્‍યા છે. છતાં તમારે કોઇ રજૂઆત કરવાની હોય તો અમારા પીઆઇને કરજો તેમ જણાવ્‍યું હતું. આ પછી હર્ષભાઇ, અરજદાર બહેન અને અન્‍ય એક બહેનને પીઆઇની ચેમ્‍બરમાં લઇ ગયો હતો. આ વખતે મહિલા કોન્‍સ્‍ટેબલ એકતાબેન રાઠોડને પીઆઇએ તેમની ચેમ્‍બરમાં બોલાવ્‍યા હતાં.

 અરજદાર મહિલા હોઇ અને તેઓ મહિલા અત્‍યાચાર, દૂષ્‍કર્મ બાબતની ફરિયાદ આપતાં હોઇ જેથી મહિલા પોલીસની હાજરમાં તેમની પુછપરછ કરવાની હતી. આથી અરજદાર સાથેના હર્ષભાઇ તથા અન્‍યને ત્રણ વખત પીઆઇની ઓફિસમાં બહાર જવા જણાવાયું હતું. આ વખતે હર્ષભાઇએ   તમે કેમ ફરિાયદ લેતા નથી? તેમ કહી રાડારાડી ચાલુ કરી દીધી હતી. તેમને રાડો પાડવાની ના પાડી ઓફિસ બહાર બેસવાનું કહેતાં તેણે ગેરવતર્ન કર્યુ હતું. આથી અમે બળપ્રયોગ કરી ચેમ્‍બરની બહાર કાઢતાં તેણે વધુ રાડો પાડી હતી. અમે રાડો પાડવાની ના પાડી સમજાવતાં તેણે હું બજરંગ દળનો સભ્‍ય છું, તમને બધાયને જોઇ લઇશ, તમે બધાય કેમ નોકરી કરો છો? તેમ કહી ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી તેની સામે ગુનો દાખલ કરાવ્‍યો હતો. તેમ વધુમાં હેડકોન્‍સ. નરવણસિંહ વાળાએ જણાવ્‍યું હતું.  દરમિયાન આ બનાવમાં જેની સામે ગુનો દાખલ થયો છે તે રેલનગરમાં રહેતાં હર્ષભાઇ મુથરેજા (ઉ.વ.૨૫) રાતે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં. અહિ તેણે પોતાને પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં મારકુટ થયાનું તબિબને જણાવતાં તબિબે એમએલએસી કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગરમાં નોંધ કરાવી હતી. હોસ્‍પિટલના બિછાનેથી હર્ષભાઇએ  કહ્યું હતું કે હું બેંકમાં લોન વિભાગમાં નોકરી કરવાની સાથે સાથે વોર્ડ નં. ૭, ૮, ૯, ૧૦માં બજરંગ દળમાં પ્રમુખ છું. અમને હેલ્‍પડેસ્‍ક પર મહિલા અરજદારની ફરિયાદ મળતાં અમારા પ્રમુખના કહેવાથી હું મહિલા અરજદાર સાથે પોલીસ સ્‍ટેશને ગયો હતો. જ્‍યાં અમે લવજેહાદ બાબતની ફરિયાદ કરવાનું કહેતાં ના પાડવામાં આવી હતી અને મારી સાથે મારકુટ થઇ હતી. હર્ષભાઇના આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:08 PM IST)