<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

‘તને પાટણવાવમાં આવવાની ના પાડી છતા કેમ આવ્‍યો?' ધોકાથી આધેડના હાથ ભાંગી નાખ્‍યા

રાજકોટના કેતનભાઇ સાથે રહેતી મહિલા સાથે પાટણવાવ ગયા હતા મહિલાના પુત્રએ ધોકા વડે હુમલો કરી ઇજા કરતા પાટણવાવ પોલીસ મથકમાં નોંધાતો ગુનો

રાજકોટ તા. ર૬ :.. રાજકોટના આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગરમાં રહેતાં અને હોટલમાં કામ કરતા કેતનભાઇ પ્રભુદાસભાઇ ભીમજીયાણી (ઉ.વ.૪પ) ધોરાજીના પાટણવાવમાં હતા ત્‍યારે સંજય ચિમનભાઇ મુછડીયા (રહે. પાટણવાવ) એ ગાળો દઇ ધોકા વડે હુમલો કરી બંન્ને હાથમાં ફ્રેકચર જેવી ઇજા કર્યાની પાટણવાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. કેતનભાઇએ પોલીસને જણાવ્‍યું કે, શારદાબેન કે જે તેની સાથે મજૂરી કામ કરે છે. તેની સાથે સાતેક દિવસ પહેલા પાટણવાવ ગયા હતા. ગઇ તા. ર૪ ના બન્ને કંચનબેનના ઘેર બેસવા ગયા હતાં. બધા રાત્રે બેઠા હતા ત્‍યારે હાથમાં ધોકા સાથે ત્‍યાં ઘસી આવેલા શારદાબેનના પુત્ર સંજયે ગાળો દઇ ‘તને અહીં પાટણવાવમાં આવવાની ના પાડી છે તો તું કેમ ગામમાં આવ્‍યો છો' કહી ધોકા વડે હુમલો કરી બન્ને હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી. કેમ ગામમાં આવ્‍યો છો કહી ધોકા વડે હુમલો કરી બન્ને હાથના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી. આરોપીના માતા કેતનભાઇ સાથે રહેતા હોવાથી સારૂ નહી લાગતા સંજયે હુમલો કર્યો હતો. હેડ કોન્‍સ. એચ. ડી. પરમારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(2:11 PM IST)