તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
દેશના વિદ્યાર્થીઓ સાથે ક્રુરતા શા માટે? ક્યાંય લોકશાહી દેખાય છે? મનહર પટેલ
સરકાર પેપર ફુટવાની જવાબદારી લેતી નથીઃ કોંગ્રેસ પ્રવક્તાના પ્રહારો

રાજકોટ,તા.૨૪: કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ જણાવે છે કે ગુજરાતી પીએમ અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર બેફામ સરકારી દંડાવાળી માટે ગુજરાતીઓ ગર્વ કરે કે નિંદા ?
કોંક્રોચ પાર્ટી - સોનમ વાંગચૂક - કોંગ્રેસ કે વિપક્ષની કોઈપણ પાર્ટી નીટ પેપર લીકના મુદ્દે ન્યાય મેળવવા અને શિક્ષણ મંત્રીના રાજીનામા અને પરીક્ષા પદ્ધતિ સુદ્વઢ બને તેની માંગ લઈને આંદોલન કરી રહ્યા છે
અહીંયા સ્પષ્ટ કરીએ કોંક્રોચ પાર્ટી- સોનમ વાંગચુક- અન્ય વિદ્યાર્થી સંગઠનો કે કોંગ્રેસ આ પૈકી આંદોલનની લીડ કોણ લે કે લીધી ? એ મુદ્દો નથી પણ ૧૫૨ વાર પરીક્ષાઓના પેપર લીક થયા તો જવાબદારી કોની ? આ જવાબ ભાજપા સરકાર આપતી નથી.
ભાજપાએ પોતાની ભૂલ - શરતચૂક કે ઈરાદાથી થયેલા વહીવટને લઈને નીટ પરીક્ષાના પેપર ફૂટવાની જવાબદારી લેવી નથી, માફી મંગાવી નથી અને ધર્મેદ્ર પ્રધાનનું રાજીનામુ લેવુ નથી.
આવી સ્થિતિઓમાં ભાજપાનું હંમેશ પહેલુ કળત્ય અને કાવતરું હોય છે કે કોઈપણ આંદોલનકારીઓમાં ભાગલા પડાવો અને આંદોલનને વિખેરી નાખો આમ ન વિખેરાય તો ૨૦ જુલાઈ એ કરી એવી દંડાવાળી કરવા પોલીસનો ઉપયોગ કરવો. સાથીઓ આપ સ્પષ્ટ કરો કે આમાં ક્યાંય લોકશાહીના દર્શન થાય છે? સરકારનું આ વલણ કેટલું લોકશાહીને સુસંગત? દેશના બાળકો ઉપર આટલી ક્રુરતા માટે અપેક્ષા હતી. આ સવાલો દરેક ભારતવાસી માટે ચિંતા ઉપજાવે છે. તેમ મનહર પટેલ જણાવે છે
(3:00 PM IST)










