<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

'વ્હીસ્કી' ઓન ધ રોકસઃ ત્રણ સ્થળે દરોડામાં ચાર દારૃ સાથે પકડાયા

ક્રાઇમબ્રાંચ, એલસીબી ઝોન-ર અને થોરાળા પોલીસના શ્રેયસ સોસાયટી, જામનગર રોડ અને શકિત સોસાયટી પાસે દરોડાઃ ૪ ચપલાથી લઇ ૯૬ બોટલ કબ્જે

રાજકોટ, તા, ર૭: શહેરમાં ક્રાઇમ બ્રાંચ એલસીબી ઝોન-ર અને થોરાળા પોલીસે શ્રેયસ સોસાયટી જામનગર રોડ અને શકિત સોસાયટી પાસે દરોડા પાડી દારૃના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

એરપોર્ટ ફાટકથી આમ્રપાલી તરફ જવાના રસ્તે શ્રેયસ સોસાયટી પાસે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એન.પરમાર, હેડ કોન્સ. અર્જુનભાઇ ડવ, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી બાઇકમાં દારૃનો જથ્થો લઇને નિકળેલા શિવમ વસંતભાઇ માંકડેચા (ઉ.વ.ર૦ રહે. પુનીતનગર, ૮૦ ફુટ રોડ) અને પ્રહલાદસિંહ ઉર્ફે જયરાજસિંહ અરવિંદસિંહ ઝાલા (ઉ.વ. રર રહે. પુજીતનગર કવાર્ટર, ભાડેથી, ૧પ૦ ફુટ રીંગ રોડ) ને પકડી ૧૭ હજારની વ્હીસ્કીની ૯ બોટલ અને બાઇક સહિત રૃા. પ૭ હજારના મુદામાલ કબ્જે કર્યો હતો.

બીજા દરોડામાં એલસીબી ઝોન-ર ના એએસઆઇ જયંતીભાઇ ગોહીલ, કોન્સ. મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતના સ્ટાફે જામનગર રોડ પર રત્નમ બંગ્લોઝ પાસેથી અનીલ ઉર્ફે ગોટલી મગનભાઇ વાડોદરીયા  (ઉ.વ. ર૯ રહે. પ્લોટનગર, ન્યારા ગામ, તા. પડધરી) ને રૃા. ર૬ હજારની વ્હીસ્કીની ર૯ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ. એન.કે. જાગાણી કોન્સ. જગદીશભાઇ રામ સહિતના સ્ટાફે શકિત સોસાયટી નજીક પાણીના ટાંકા પાસેથી વેપારી રવીરાજ કનુભાઇ વરસાણી (ઉ.વ. ર૬ રહે. ઇસ્ટ લાઇટ એપાર્ટમેન્ટ, પેડક રોડ) ને પકડી ૬૮૦ ના વ્હીસ્કીના ૪ ચપલા અને એકસેસ મળી રૃા. ૬૦,૬૮૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(3:17 PM IST)