News of Thursday, 15th October 2026
વાહનોમાં હવા ભરવાનું કામ કરતાં ગંજીવાડાના વિકલાંગ કાનજીભાઇનું કારની ઠોકરે ચડતાં મોત
૮૦ ફુટ રોડ પર નાયરાના પેટ્રોલ પંપ ખાતે કરૂણ બનાવ : ડીઝલ પુરાવવા આવેલી કારની ઠોકરે ચડી ગયાઃ થોરાળા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યોઃ વાઘેલા પરિવારમાં ગમગીની

રાજકોટ તા૧૫: એંસી ફુટ રોડ પર નાયરાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં હવા પુરવાનું કામ કરી ગુજરાન ચલાવતાં ગંજીવાડાના વિકલાંગ આધેડ આ પંપ ખાતે ડીઝલ પુરાવવા માટે આવેલી કારની ઠોકરે આવી જતાં માથા, શરીરે ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. આ બનાવમાં થોરાળા પોલીસે ગંજીવાડા શેરી નં. ૧૮ અક્ષય પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતાં વિપુલભાઇ શામજીભાઇ વ્યાસ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી મહીન્દ્રા કંપનીની સફેદ રંગની કાર જીજે૦૩જેસી-૬૪૦૫ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
વિપુલભાઇએ જણાવ્યું છે કે હું મારા પનિ, દિકરીઓ સાથે રહુ છું અને એંસી ફુટ રોડ પર રામનગરમાં કારખાનામં મજૂરી કરુ છું. મારા સગા મોટા ભાઇ કાનજીભાઇ શામજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૨) નાનાપણથી કમરથી નીચે બંને પગે વિકલાગ છે. તેઓ હાલીચાલી શકતાં નથી. પરંતુ બેઠા બેઠા ચાલે છ. બે વર્ષથી તેઓ ૮૦ ફુટ રોડ પર સરસ્વતિ સામે આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે બેઠા બેઠા વાહનોમાં હવા પુરવાનું કામ કરે છે. તેઓ અપણિીત હતાં અને અમારી સાથે જ રહેતાં હતાં.
બુધવારે સાંજે ચારેક વાગ્યે હું ઘરે હતો ત્યારે બનેવી શૈલેષભાઇ લીલાધરભાઇ માંડાનીએ રૂબરૂ આવી જાણ કરી હતી કે તમારા મોટાભાઇ કાનીભાઇ વાઘેલા નાયરાના પંપે હવા પૂરવા બેઠા હતાં ત્યારે એક સફેદ કલરની મહિન્દ્રા ગાડી ડીઝલ પુરાવવા માટે આવી હતી. આ કારની આગળના મોરાની ઠોકરે તમાર ભાઇ આવી જતાં પડી ગયા બાદ તેમના માથા પર કારના વ્હીલ ફરી જતાં તમારા ભાઇને ૧૦૮ બોલાવી દોશી હોસ્પિટલમાં લઇ ગયા છે.
બનેવીની આ વાત સાંભળી હું તુર જ તેમને સાથે લઇ તેમજ મારા બહેન વર્ષાબેનને લઇ દોશી હોસ્પિટલે પહોંચ્યો હતો. જ્યાર઼ મારા ભાઇને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં મારા ભાઇને છાતીના ભાગે વ્હીલ ફરી ગયાના નિશાન જોવા મળ્યા હતાં. તેમજ જમણા ખભાની હાંસળી પાસે પણ ઇજાઓ હતો. ડોક્ટરે બનાવની જાણ કરતાં થોરાળા પોલીસે હોસ્પિટલે આવી મારા ભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તેમ વધુમાં વિપુલભાઇએ કહેતાં એએસઆઇ જી. ડી. શીયારે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. વિપુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ કારચાલક જ મારા ભાઇને હોસ્પિટલે લઇ ગયા હતાં.
(2:05 PM IST)










