તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
એસટી બસ સ્ટેશનમાં ગારીયાધારની બસમાં ચડતી વખતે યુવાનનો રૂા. ૬૭૫૦૦નો મોબાઇલ ફોન ‘છૂ'
માતાને દામનગર જવું હોઇ બેસાડવા આવ્યો હતોઃ એ-ડિવીઝન પોલીસે આર્યનગરના સ્મીત બોસીયાની ફરિયાદ પરથી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૭: શહેરના વ્યસ્ત ગણાતા એસટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ પરથી મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી વધુ એક વખત ગઠીયાઓ હાથ અજમાવી ગયા છે. સામા કાંઠે રહેતાં કાપડના વેપારી યુવાનના ખિસ્સામાંથી ૬૭૫૦૦નો મોબાઇલ ફોન સેરવી લેવાયો છ.ે
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે આર્યનગર-૬ સંત કબીર રોડ પિતૃકૃપા ખાતે રહેતાં અને મોટા ભાઇ સાથે કાપડની દુકાન ચલાવતાં સ્મીત કિશોરભાઇ બોસમીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. સ્મીત તા. ૪/૭ના રોજ સવારે પોતાના માતા હિનાબેનને દામનગર જવું હોઇ બસમાં બેસાડવા માટે રાજકોટ એસટી બસ સ્ટેશને ગયો હતો. સવારના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ તે એસટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૩ ઉપર હતો ત્યારે . આ દરમિયાન રાજકોટથી ગારીયાધાર તરફ જતી બસ આવી પહોંચતાં તેમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી.સ્મીત જ્યારે બસમાં ચડતો હતો ત્યારે તેના શટના ઉપરના ખિસ્સામાં સેમસંગ ગેલેક્સી કંપનીનો એસ-૨૫ મોડેલનો સિલ્વર કલરનો મોબાઈલ ફોન રાખેલો હતો.
બસમાં ચડતી વખતે ભારે ગિરદીનો લાભ ઉઠાવી કોઇએ આ મોબાઇલ ફોન રૂા. ૬૭૫૦૦નો સેરવી લીધો હતો. બસમાંથી નીચે ઉતરીને તપાસ કરતા ફોન ગાયબ જણાયો હતો. આસપાસમાં અને અન્ય લોકોના ફોન પરથી રીંગ કરવા છતાં ફોન બંધ આવતો હોવાથી મોબાઈલ ચોરી થયો હોવાની ખાતરી થઈ હતી. એ-ડિવીઝનના એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










