તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
હાર્દિક પર છરી-પાઇપથી હુમલો કરાતાં તેણે કુટુંબી ભાઇ લાખાના હાથમાંથી છરી ખુંચવી વળતો પ્રહાર કર્યો અને બબ્બે જીવ ગયા
હાર્દિકે ફરિયાદમાં કહ્યું-મારા દાદા વિહાભાઇનો ૪થી ૫ હજાર વારનો પ્લોટ કુટુંબી મોટાબાપુ સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇને ધ્યાન રાખવા આપ્યો હતોઃ જે તેણે દિલીપ શેઠને વેંચી નાંખ્યો હતોઃ છેલ્લા અઢી વર્ષથી તેની સાથે પૈસાનો વિવાદ ચાલુ હતો : રૈયા રોડ બાપા સિતારામ ચોકમાં પોતાની બેઠકે ગયો ત્યારે મિત્રો ન હોઇ ટુવ્હીલર લઇ સોમનાથ સોસાયટીમાંથી નીકળતાં ત્યાં સુરેશભાઇ, રાજેશભાઇ, લાખો સહિતના હોઇ તેણે ગાળાગાળી કરી હુમલો કર્યા બાદ હાર્દિકે લોહીલુહાણ હાલતમાં વળતો પ્રહાર કર્યો હતો : હાર્દિકને માથામાં છરીના ત્રણ અને ચાર ઇંચના બે ઘા, ડાબા કાનની બુટથી ગળાના ભાગ સુધી આશરે છ ઇંચનો ઘાઃ ડાબી સાઇડમાં કપાળથી હોઠ સુધી મોટો કાપો જમણા કાન તથા માથાના ભાગે મુંઢ ઇજા તેમજ ડાબી બાજુ છાતીના ભાગે તથા પેટમાં વચ્ચેના ભાગે કાપાઃ ડાબા હાથમા કોણીથી નીચેના ભાગે તેમજ પીઠના ભાગે અને જમણા હાથના પંજા ઉપર તથા જમણા પગમા ગોઠણથી નીચેના ભાગે ઇજાઓ પહોંચી : લોહીલુહાણ હાલતમાં ભાગેલા હાર્દિકે મદદ માટે એક ઘરનો દરવાજો ખખડાવ્યો પણ ખોલાયો નહિ બાદમાં તેના ભાઇના સાળા અનિલભાઇ આવી જતાં ૧૦૮ બોલાવી હોસ્પિટલમાં ખસેડયો

રાજકોટ તા. ૨૦: ડબલ મર્ડરનો ગુનો જેની સામે દાખલ થયો છે તે હાર્દિકની ફરિયાદ પરથી પોલીસે હત્યાની કોશિષનો ગુનો પણ દાખલ કર્યો છે. હાર્દિકભાઇ ધુળાભાઇ ધોળકિયા ભરવાડ (ઉ.વ.૨૭ )એ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પત્નિ તથા મારા મોટાભાઇ મયુરભાઇ તથા તેમના પત્નિ તથા માતા-પિતા એમ સંયુકત કુટુંબમા રહીએ છીએ અને મારે સંતાનમાં ત્રણ દિકરી છે અને મારા પિતા ધુળાભાઇ વિહાભાઇ ધોળકીયા છે, મારા દાદા વિહાભાઇ કાનાભાઇ ધોળકીયા જે આશરે બે વર્ષ પહેલા અવસાન પામેલ છે. મારા દાદા વિહાભાઈની જમીન સાધુવાસવાણી રોડ ધોળકીયા સ્કુલની બાજુમા એક ખુલ્લો પ્લોટ રૂપે આશરે ચાર થી પાંચ હજાર વારની હતી. તે અંગે મારા દાદાએ અમોને વાત કરેલ કે આ આપણો પ્લોટ છે અને વર્ષોથી આપણી પાસે છે અને ત્યાં આપણા કુટુંબી મોટાબાપુ સુરાભાઈ ઉર્ફે સુરેશભાઇ બાલાભાઈ ધોળકીયાને પ્લોટનુ ધ્યાન રાખવા માટે રાખ્યા છે.
આ વાત મારા દાદાએ તથા મારા પિતાએ અમોને જણાવી હતી. આ પછી સુરાભાઈ બાલાભાઇ ધોળકીયાએ આ પ્લોટનુ વેચા ણ દિલીપ શેઠને કરી નાખેલ હતુ અને આ પ્લોટના પૈસા અમોને આ સુરાભાઇ બાલાભાઇ ધોળકીયાએ આપવાના છે તેવી વાત અમારા દાદાની હયાતીમા થયેલ હતી અને જે પૈસાનો વિવાદ આશરે છેલ્લા અઢી વર્ષથી ચાલુ છે.
રવિવારે ૧૯મીએ આશરે સાડા અગિયાર વાગ્યા આસપાસ બાપાસિતારામ ચોક રૈયારોડ જયા મારી બેઠક હોઇ હું ત્યાં ગયેલ અને ત્યાં મારા કોઇ મિત્રો હાજર ન હોઇ જેથી હું મારા ઘર તરફ જવા નીકળેલ ત્યારે રાત્રીના આશરે સાડાબાર વાગ્યાનો સમય થયો હોઇ હું મારૂ એકસેસ લઈ સોમનાથ સોસાયટી પાસેથી પસાર થતો હતો. ત્યારે ત્યાં એક સફેદ વેન્યુ કારમા કુટુંબી મોટાબાપુ સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા તથા લાખાભાઇ સુરેશભાઇ ધોળકીયા તથા રાજેશભાઈ બાલાભાઇ ધોળકીયા તથા શિવા નથુભાઇ ડોંડા તથા અજાણ્યા લોકો હાજર હતાં.
જેથી હું હનુભાઇ ધોળકીયા પાસે ઉભો રહેલ ત્યારે હનુભાઇએ કહેલ કે તું અહિંથી ઘરે જતો રહે જેથી હું ઘરે જવા નીકળતો હતો તે દરમ્યાન રાજેશભાઈ બાલાભાઈ ધોળકીયા મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને પ્લોટના કોઈ પૈસા તમને દેવાના થતા નથી તેમ કહી રાજેશભાઇએ મને પાઇપ વડે મને માથાના ભાગે ઘા મારી દીધા હતાં. બાદમા શિવા ડોડો ત્યાં આવેલ અને તેણે પણ મને માથામા પાઇપ મારેલ. બાદ લાખા સુરેશભાઇ ધોળકીયા પાસે છરી હોઇ જે છરી વડે મને છાતીના ભાગે ઘા માર્યો હતો. બાદ સુરેશ બાલાભાઇ ધોળકીયા દ્વારા મને માથામા પાઇપ મારતા હું નીચે પડી ગયેલ તેમજ મારૂ એકસેસ પણ પડી ગયેલ હતું.
બાદમા આ તમામ ભેગા થઈ મને આડાઅવડા પાઇપ તેમજ છરી વડે ઘા મારવા લાગેલ અને બાદમા મે લાખા પાસેથી છરી ઝુંટવી લઈ હું પણ આ ચારેયને આડેધડ છરીના તેમજ છરી વડે ઘા મારવા લાગેલ અને બાદમા મે લાખા પાસેથી છરી ઝુંટવી લઈ મેં પણ આ ચારેયને આડેધડ છરીના ઘા મારેલ હતા. જેમાંથી કોને શું ઇજા થયેલ તે મને ખબર નથી. મને પણ ઇજા થઇ હોઇ જેથી પડી ગયેલ હતો અને બાદમા ત્યાં અજાણ્યા માણસો તથા હનુભાઇ દ્વારા મને છોડાવાયો હતો.
આ પછી હું ત્યાંથી થોડો દુર ચાલીને ગયેલ અને ત્યાં મ દદ માટે કોઇ મકાનનો દરવાજો મે ખખડાવેલ પરંતુ કોઇએ દરવાજો ખોલેલ નહિં અને હું ત્યાં જ નીચે પડી ગયેલ હતો. બાદમા મારા ભાઇના સાળા અનિલભાઇ ખેંગારભાઇ ત્યાં આવેલ અને તેઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરેલ તેમ જ મારા ભાઈ મયુરભાઈ ધુળાભાઇ ધોળકીયાને જાણ કરતાં મને સારવાર અર્થે પ્રથમ સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઈ ગયા હતાં.
ત્યાં મારા મોટાભાઈ મયુરભાઇ આવી જતાં મને વધુ સારવાર માટે મધુરમ હોસ્પીટલ ઢેબર રોડ ખાતે લાવેલ હતાં અને ત્યાં ઇમરજન્સી વોર્ડમા મારી સારવાર ચાલુ છે અને હું ભાનમાં છું. મને આ સુરેશભાઈ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ધોળકીયા તથા લાખાભાઈ સુરેશભાઈ ધોળકીયા તથા રાજેશભાઇ બાલાભાઇ ધોળકીયા અને શીવા નથુભાઇ ડોંડાએ છરી-પાઇપથી આડેધડ ઘા માર્યા હતાં. જેના કારણે મને ડાબીબાજુ માથાના ભાગે આશરે ત્રણ ઇંચનો ઘા તેમજ માથામા વચ્ચેના ભાગે આશરે ચાર ઇંચનો ઘા તેમજ ડાબા કાનની બુટથી ગળાના ભાગ સુધી આશરે છ ઇંચનો ઘા તેમજ ડાબી સાઇડમા કપાળથી હોઠ સુધી કાપો પડયો છે.
તેમજ જમણા કાન તથા માથાના ભાગે મુંઢ ઇજા તેમજ ડાબી બાજુ છાતીના ભાગે તથા પેટમા વચ્ચેના ભાગે કાપા પડેલ છે, તેમજ ડાબા હાથમા કોણીથી નીચેના ભાગે તેમજ પીઠના ભાગે ડાબીબાજુ તથા વચ્ચેના ભાગે ઇજા થયેલ તેમજ જમણા હાથના પંજા ઉપર મુંઢ ઇજા થયેલ તેમજ જમણા પગમા ગોઠણથી નીચેના ભાગે તેમજ શરીરના ભાગે નાની મોટી મુંઢ ઇજા ઓ પહોંચાડી છે. તેમજ આ ચારેય જણા મળીને મને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપેલ તેમજ કહેતા હતા કે-આજે તારૂ ઢીમઢાળી દેવુ છે. અમારી જુની જમીનના પૈસા બાબતે જુની અદાવતનો ઝઘડો ચાલતો હોઇ જેનો મારી ઉપર ખાર રાખી છરી તથા લોખંડના પાઇપ વડે મને મારી નાંખવાના ઇરાદે હુમલો કરાયો હતો. તેમ વધુમાં હાર્દિકભાઇ ધોળકીયાએ જણાવતાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધ્યો હતો.
(3:34 PM IST)










