તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ગુરૂની સાચી વ્યાખ્યા શું છે?

ગુરૂ તરીકેની શ્રી જે. કૃષ્ણમૂર્તિજીની ચોક્કસ વ્યાખ્યા આપ્રમાણે છે. આપણી અંદર અને બહાર જે કંઇ છે. તેને જોતાં અને સાંભળતા આવડે તો કોઇના પણ પ્રવચનની, પુસ્તકની, કોઇ ગુરૂની કે વિધીની જરૂર રહેશે નહી. તેથી જ જેઓ કોઇ વ્યક્તિને,ોવને, પ્રતિમાને ગુરૂદેવને સમર્પિત થયા છે. તે સામાન્ય રીતે નિર્દય અને હઠીલા હોય છે. તેઓ બીજાને સહન કરી શકતા નથી. તેઓ મૂર્તિ, વ્યક્તિ, વગેરે સાથે એટલા બધા એકરૂપ થઇ ગયા છે કે, તેઓ બીજાનો સંહાર માઇલસ્ટોન-પાટિયાથી વિશેષ નથી.
આ કાળનાં કૂગુરૂઓ તમારૂ વશીકરણમાં સપડાઓએ તમને ગમે છે. કારણ કે એ સ્થિતીમાં તમે વિક્ષેપથી મુક્ત થાઓ છો, પરંતુ એ સિથતિ તો ફકત મોહનિ૦દ્રાની છે.
કૃષ્ણમૂર્તિજી યુવાનો માટે ગુરૂ તરીકે નહી પરંતુ એક મિત્ર તરીકે સ્વયં પ્રસ્થાપિત થયા છે. તેમનો બોધ પુસ્તકીયા માહિતી અને તાત્વિક સિધ્ધાંતો ઉપર આધારિત નથી અને તેથી દૂનિયાની વર્તમાન કટોકટી વિષે તેમ જ માનવ અસ્તિત્વની સનાતન સમસ્યાઓ વિષે શોધવા મથી રહેલા કોઇ પણ માણસ સાથે સીધેસીધો સંપર્ક સાધે છે.
દર વર્ષ ઉજવાતી ગુરૂ પૂર્ણીમાની પરંપરાએ આજે ઓૈપચારીક સ્વરૂપ ધારણ કર્યુ છે. પગારલક્ષી શિક્ષકો ઉપર ગુરૂની મહોર ઉપાસી આવી છે. જે અભિનયથી -વિશેષ તો નથી જ. આભાર.
સહહૃદયથી-
શ્રી ભૂષણ કારેલિયા
રાજકોટ (૦૨૮૧- ૨૪૬૩૨૦૨)
(10:31 AM IST)










