<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પારેવડી ચોક ખાતે શોભાયાત્રાનું સ્‍વાગત

રાજકોટઃ અષાઢી બીજના પાવન પર્વ અને સંત શ્રી વેલનાથજી મહારાજની જન્‍મજયંતિ નિમિતે નિકળેલ શોભાયાત્રાનું રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા સહિતનાએ પારેવડી ચોક ખાતે સ્‍વાગત કરી દર્શન-પૂજનનો લાભ લીધો હતો. શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, ચુંવાળીયા કોળી સમાજના પૂર્વ પ્રમુખ વિરજીભાઈ સનુરા, વેલનાથ જયંતિ પ્રમુખ અરૂણાબેન મગવાનીયા,મહામંત્રી ચેતનભાઈ માણસુરીયા, કરશનભાઈ ભખોડીયા, વોર્ડ-૩ ભાજપ પ્રમુખ રણધીરભાઈ સોનારા, વોર્ડ-૪ના પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, વોર્ડラ૫ના પ્રમુખ પરેશભાઈ લીબાશીયા, વોર્ડ-૧૬ના પ્રમુખ હસુભાઈ કાચા, વોર્ડ-પના પ્રભારી રસીકભાઈ પટેલ, વોર્ડ-૬ના પ્રભારી સંજય ગોસ્‍વામી, કોર્પોરેટરો કાળુભાઈ કુંગશીયા, રાજશ્રીબેન માલવીયા, કંકુબેન ઉધરેજ, સ્‍મિતાબેન ગોહેલ, સંજય ચાવડા, દિલીપભાઈ લુણાગરીયા, અનિલ ચૌહાણ, પુનમબેન મોરવાડીયા, ધર્મિષ્ઠાબેન પરમાર, કોળી સમાજના આગેવાનો કાનાભાઈ ઉઘરેજા, વિજયભાઈ મેમાણીયા, સંજયભાઈ ઉધરેજા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:20 PM IST)