તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 8th October 2026
સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે વેલકમ દાંડિયા રાસ

રાજકોટઃ સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા શનિવાર ઍક દિવસના વેલકમ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેલકમ નવરાત્રી તા.૧૦ને શનિવાર ડી.ઍચ. કોલેજ (યાજ્ઞિક રોડ) ના મેદાનમાં સાંજે ૬ થી ૮ વચ્ચે રમાશે અને ચિલ્ડ્રન કલબના તમામ સભ્યોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ રાસોત્સવમાં ચાર ગ્રૂપમાં ઍટ્લે કે ૬ થી ૧૦ વર્ષ બોયસ અને ગલ્સ અને ૧૧ થી ૧૫ વર્ષમાં બોયસ અને ગલ્સ ગ્રૂપમાં રહેશે. વેલડ્રેસ પ્રિન્સ અને પ્રિન્સેસ ઍવી રીતે આકર્ષક ઇનામો આપવામાં આવશે. કુલ ૧૦૦ ઇનામ રાખવામાં આવ્યા છે તમામ ખેલૈયા મોડામાં મોડા ૬/૦૦ વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડમાં આવી જાય તે જરૂરી હોવાનું સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાઍ જણાવ્યું છે.
આ વેલકમ નવરાત્રીમાં મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ સંગીત પીરસશે. મુંબઈના કલાકાર હેમંત પંડ્યા, નિલેષ પંડ્યા, પ્રિયા જાશી, વિજયા ટીમાણીયા વગેરે ગરબા ગાશે. સાથે કીબોર્ડ તુષાર ગોસાઈ રીધમ કરશે.
આ વેલકમ નવરાત્રીમાં તમામ બાળકો આઈકાર્ડ સાથે લઈને આવવાનું રહેશે. તેના વગર પ્રવેશ નહી મળે અને તેમનું આઈકાર્ડ પિનઅપ કરીને આવે જેથી પ્રવેશમાં મુશ્કેલી ન થાય. જા કોઈનું આઈકાર્ડ ખોવાઈ ગયું હોય તો સરગમની અોફિસે આવીને નવું કઢાવી લેવું જરૂરી છે.
આ કાર્યક્રમમાં વાલીઅો ઍ જાવા આવું હોય તો ૨૦(વીસ) રૂપિયા ઍન્ટ્રી ફી રહેશે. અને પાર્કિગ ચાર્જ અલગથી ભરવાનો રહેશે. જેની સહુઍ વિનમ્ર નોંધ લેવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ અલકાબેન કામદાર, નીલુબેન મહેતા, ડો.અલ્કાબેન ધામેલિયા, મધુરિકાબેન જાડેજા, ગીતાબેન હીરાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, અને વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર તેમજ લેડીઝ ક્લબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્ના હોવાનું સરગમની યાદીમાં જણાવાયું છે.(૪૦.૩૪)
(3:50 PM IST)










