તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર નેહલ શુક્લ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિઃ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનનું સ્મરણ

રાજકોટઃ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ, રાજકોટ દ્વારા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ-બેડીપરા, શ્રી સરદાર પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ-બેડીપરા તથા શ્રી સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે બેડીપરા પટેલવાડી ખાતે ભાવાંજાલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નેહલભાઈ શુક્લ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનો પ્રારંભ મંગલદીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજાલિ આપી હતી. સમાજના પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયાએ સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ, દેશની એકતા અને અખંડિતતા માટેના અમૂલ્ય યોગદાનને સ્મરી પ્રાસંગિક ઉદ્વોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સંસ્થા દ્વારા શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિホ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહિલા પ્રતિનિધિઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત તસ્વીરોમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નેહલભાઈ શુક્લ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસીયા, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સમાજના પ્રમુખ દિલીપભાઈ લુણાગરિયા, મંત્રી અલ્પેશભાઈ લુણાગરિયા, પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ નાથાણી, પૂર્વ પ્રમુખ એસ.આર. પટેલ, ખજાનચી પ્રકાશભાઈ બાસીડા, ખજાનચી રમેશભાઈ અકબરી, સલાહકાર સભ્ય ખીમજીભાઈ લુણાગરિયા, સમાજસેવક વસંતભાઈ લીંબાસીયા, કારોબારી સભ્યો હરેશભાઈ રામાણી, જાદવભાઈ લીંબાસીયા, વિનભાઈ તળાવિયા, પરેશભાઈ પરસાણા, અનિલભાઈ તળાવિયા, પંકજભાઈ લુણાગરિયા, કિશોરભાઈ રાઠોડ, ડો. રિકલભાઈ મેઘાણી, દીપકભાઈ મેઘાણી, કિરણબેન હરસોડા, રાજેશ્રીબેન માલવિયા, રીટાબેન સખીયા, ભારતીબેન પરસાણા, કલ્પનાબેન કયાડા સહિતના આગેવાનો સરદાર પટેલને ભાવાંજાલિ અર્પણ કરતા, મહેમાનોનું સન્માન કરતા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નજરે પડે છે
(3:25 PM IST)










