તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
હમ ભી હૈ દાવેદાર... પદાધિકારી બનવા નગરસેવકોમાં હોડ

રાજકોટઃ મનપાની ચૂંટણી પૂર્ણ થઇ છે અને ભાજપ બહુમતી સાથે ફરી સત્તામાં આવ્યું છે. ત્યારે કોર્પોરેશનના મુખ્ય પદાધિકારી તથા વિવિધ કમીટીના ચેરમેન માટે આજે પ્રદેશ ભાજપમાંથી નટુજી ઠાકોર, સીતાબેન પટેલ તથા નરેશભાઇ ઓડેદરાએ નિરીક્ષકો તરીકે વોર્ડ વાઇઝ કોર્પોરેટરોને વ્યકિતગત સાંભળ્યા હતા. બપોરે ૧ વાગ્યા સુધીમાં ૮ વોર્ડને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વોર્ડ નં. ૧ માં ઓછા મતદાનમાં પણ જીત મળી હોવાથી સારૂ પદ આપવા નિરીક્ષકો સમક્ષ માંગ કરવામાં આવી હતી. ઉપરાંત વોર્ડ નં. ૪ માં પણ રસાકસી રહી હોવાથી પદ આપવા રજુઆત કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં સેન્સ લેતા નિરીક્ષકો અને વિવિધ વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો રજુઆત કરતા દર્શાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:35 PM IST)










