તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
કેવડાવાડી વિસ્તારમાં પાણીના ધાંધીયાઃ લોકો ત્રાહીમામ
ગંદાપાણી સહિતની સમસ્યા ઉકેલવા કોંગી આગેવાન બિજલ ચાવડિયા સહિતના વિસ્તારવાસીઓ દ્વારા મેયર નેહલ શુકલને પત્ર પાઠવી રજૂઆત

રાજકોટ, તા.૧: છેલ્લા ૧૦ દિવસથી શહેરના વોર્ડ નં.૧૪માં કેવડાવાડી શેરી નં. ૬,૮,૧૦,૨૧,૨૩,માં સવારે સાત વાગ્યે પીવાનું પાણી કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે. તે પાણી પીવાલાયક નહિ આવતુ હોવાનું બિજલ ચાવડિયા સહિતના વિસ્તારવાસીઓ દ્વારા મેયર નહેલ શુકલને રજૂઆત કરી છે. ગંદુપાણી તુર્તજ બંધ કરી અને સ્વચ્છ પાણી આપવામાં આવે વારંવાર ફરિયાદ ટેલીફોનીક રીતે પાણી પુરવઠા વિભાગને કરેલ છે. પરંતુ પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીએ કંઇ સંતોષકારક જવાબ કરી ફરીયાદનો સ્થળ ઉપર આવી નિકાલ કરેલ નથી હજુ સુધી પાણીની પાઇપલાઇનનો ફોલ્ટ શોધેલ નથી. વોર્ડ નં.-૧૪માં ડી.આઇ. પાઇપલાઇન હોવા છતા પણ ગંદાપાણીનો ફોલ્ટ શોધી શકેલ નથી ભય ફેલાઇ રહયો છે. આ અંગે તાકીદે ઘટતું કરવા માંગ કરી છે.
(3:43 PM IST)










