<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા વાંકાનેર તાલુકામાં જળસંચય

મહાઅભિયાનઃ ગ્રામસભા યોજાઇ

 

 

રાજકોટઃ ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા વાંકાનેર તાલુકામાં જળસંચયના ભગીરથ કાર્યના આયોજન અર્થે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સભામાં વાંકાનેર તાલુકાના ૧૦૩ ગામોના સરપંચો, પંચાયતના પ્રતિનિધિઓ અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

ટ્રસ્‍ટના પ્રણેતા દિલીપભાઇ સખીયા દ્વારા પાણીનું મૂલ્‍ય અને જળસંચયની વૈજ્ઞાનિક તથા પરંપરાગત પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.  ‘‘જો આપણે આજે વરસાદી  પાણીનો એક-એક ટીંપુ જમીનમાં નહીં ઉતારીએ, તો ભવિષ્‍યમાં ભૂગર્ભ જળસ્‍તર ઊંડા  જાવથી ખેતી અને પીવાના પાણીની ગંભીર  કટીકટી સર્જાશે. ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રોકીને જ આપણે ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.'' તેમણે  ચેકડેમ, બોરચાર્જિંગ,  ખેતતલાવડી અને નદી-નાળા ઊંડા કરવા જેવા જળસંચયના વિવિધ કાર્યો અંગે વિગતવાર સમજ  આપી હતી અને ગામના લોકો સ્‍વેચ્‍છાએ આ લોકભાગીદારીના કાર્યમાં જોડાય તેવોદ અનુરોધ કાર્યો હતો.

ભુપતભાઇ છાયા, અશ્વિનભાઇ રાવલ, હરૂભા ઝાલા, શૈલેશભાઇ ઠક્કર, ભરતભાઇ દેગામા, મુન્નાભાઇ ભરતભાઇ ટીલવા, ભાવેશભાઇ સખીયા, રમેશભાઇ જેતાણી, અશોકભાઇ મોલિયા વગેરે હાજર રહ્યા હતા.

(5:10 PM IST)