<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

મુંજકા વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા બની ભુતકાળ

ડી.આઇ.પાઇપ લાઇનથી પાણી વિતરણનો ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી તથા કોર્પોરેટરો તેમજ પુર્વ સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલ દ્વારા શુભારંભ

રાજકોટ, તા., ૧૯:  જયાં માનવી ત્‍યાં સુવિધા તથા દેશના વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલ સુત્ર સબકા સાથ સબકા વિકાસને સાકાર કરતાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના કોર્પોરેટરશ્રીઓ દ્વારા વોર્ડ નં.૯માં વર્ષો જુની પાણીની રજુઆતને ધ્‍યાનમાં લઇ નવા ભળેલા મુંજકા વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવેલ.

મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં નવા ભળેલા મુંજકા વિસ્‍તાર કાલાવડ રોડ, ડેકોરા સ્‍કાય હિલ પાસે આવેલ, માલાબાર હીલ વિસ્‍તારમાં ડેપ્‍યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણીના હસ્‍તે ડી.આઇ. પાઇપલાઇન થી પાણી વિતરણનો શુભારંભ કરાવવામાં આવેલ.

આ પ્રસંગે ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી, કોર્પોરેટર જાનકીબેન કાટોળીયા, જયસુખભાઇ કાથરોટીયા, વોર્ડનં.૯ ના પ્રમુખ હિરેનભાઇ સાપરીયા, વોર્ડનં.૯ ના મહામંત્રી દેવભાઇ ગજેરા, પૂર્વ કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયા, પુષ્‍કરભાઇ પટેલ, ચેતનભાઇ સુરેજા, પૂર્વ મહામંત્રી વિરેનભાઇ ભટ્ટ, દિપકભાઇ મહેતા, રિધ્‍ધિબેન કામદાર, મીનુબેન ઓડેદરા, કલ્‍પેશભાઇ ભટ્ટ, રાજુભાઇ ઉપાધ્‍યાય, પ્રતિકભાઇ રાવલ તથા વિસ્‍તારવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(2:36 PM IST)