તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રાજકોટના આજી-૧ની સપાટી ર૧ ફુટે પહોંચી
સવારથી અનેક ડેમો ઉપર વરસાદઃ ધીમી ધારે નવા નીર ઠલવાય રહ્યા છે : રાજકોટ સહિત ૪ જીલ્લાના ર૦ ડેમોમાં ૦ાા થી ૬ાા ફુટની આવક

રાજકોટ તા. ૧ :.. ફરી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘસવારી જામી છે, જેના પરિણામે મેઘરાજાએ રાજકોટ સહિત ૪ જીલ્લાના ર૦ ડેમોમાં ૦ાા થી ૬ાા ફુટની નવી આવક ઠાલવી છે, તે ઉપરાંત આજ સવારથી અનેક ડેમો ઉપર વરસાદ વરસી રહ્યો છે, અને ધીમીધારે નવા નીર ઠલવાઇ રહ્યા છે. સુરેન્દ્રનગરના નિભણી ડેમમાં ૬ાા ફુટ, નવા પાણીની આવક થઇ છે, રાજકોટના આજી-૧ માં પાણી વધતા જીવંત સપાટી ર૧ ફુટે પહોંચી છે.
ડેમનું નામ છેલ્લા ર૪ હાલની
કલાકમાં જીવંત
થયેલ સપાટી
વધારો ફુટમાં
ફુટમાં
રાજકોટ જીલ્લો
આજી-૧ ૦.૧૬ ર૧.૦૦
આજી-૩ ૦.૦૩ ૧૭.૯૦
ન્યારી- ૦.૩૩ ૧પ.૭૦
ખોડાપીપર ૦.૩૩ ૦.૪૦
છાપરવાડી-ર ૦.૩૩ ૧૧.૦૦
ઇશ્વરીયા ૦.૬૬ ૩.૯૦
કરમાળ ૦.૬૬ ---
માલગઢ ૦.૧૬ ૭.૭૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૦.ર૩ ર૬.૦૦
ડેમી-૧ ૦.૦૭ ૩.ર૦
ઘોડાધ્રોઇ ૦.૩૩ ૧૬.૩૦
બ્રાહ્મણી ૦.૧૦ રર.૩૦
જામનગર જીલ્લો
આજી-૪ ૦.૩૯ ---
ઉંડ-૧ ૦.૦૭ ૦.૬૦
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ૦.૧૦ ૧૪.૪૦
ભોગાવો-૧
લીંબડી ૦.૪૩ ૯.૯૦
ભોગાવો-૧
મોરસલ ૦.૩૩ ---
ત્રિવેણી ઠાંગા ૦.૬૬ ૧૩.પ૦
લીંબડી ૦.૧૬ ૭.પ૦
ભોગાવો-ર
નિંભણી ૬.પ૬ ---
(2:54 PM IST)










