<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર વૃશાંત ઉર્ફે શ્‍યામ ધનેશા પકડાયો

રાજકોટ ઉપરાંત સુરત, અમરેલી, રાજકોટ ગ્રામ્‍ય અને જામનગર સહિતના જિલ્લામાં હત્‍યા સહિત ૧૦ ગુનામાં સંડોવાઇ ચુકયો છે ડીસીબીપીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણા અને ટીમની કામગીરી

રાજકોટ, તા., ૨૭ :  સાધુ વાસવાણી રોડ પર ટેલીગ્રાફ શેરી નં. ર ના નાકા પાસેથી પગપાળા જતા ભાવનાબેન ડાંગર, (ઉ.વ.૪૩) ના ગળામાંથી ઝોંટ મારી રૂા.૧.૬૦ લાખની કિંમતના સોનાના ચેઇનની ચિલઝડપ કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્‍ચે આરોપીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ, સાધુ વાસવાણી રોડ પર બાલાજી પાર્કમાં રહેતા ભાવનાબેન ડાંગર ગઇ તા.રપના પગપાળા જઇ રહયા હતા. ત્‍યારે ટેલીગ્રાફ શેરી નં. ર ના નાકા પાસે બાઇકમાં ધસી આવેલો અજાણ્‍યો શખ્‍સ તેના ગળામાંથી રૂા.૧.૬૦ લાખની કિંમતના સોનાના ચેઇનની ચિલઝડપ કરી ભાગી ગયો હતો. જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.

બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી બાતમીના આધારે વૃશાંત ઉર્ફે શ્‍યામ વિજયભાઇ ધનેશા (ઉ.વ.૩ર રહે. રાજરાજેશ્વરી સોસાયટી, નાણાવટી ચોક પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ)ને પકડી લઇ યુનિવર્સિટી પોલીસમેન સોંપ્‍યો હતો.

આરોપી અગાઉ સુરત, અમરેલીના સાવરકુંડલા, જેતપુર, રાજકોટ અને જામનગરમાં હત્‍યા, ચોરી, દારૂ સહિત ૧૦ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇસ્‍પેકટર એ.એસ. ચાવડા તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.એલ. ડામોર તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર સી.એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર ડી.પી. ઝાલા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એમ.એમ. રાણા તથા એ.એસ.આઇ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ તુલસીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગડા, સુભાષભાઇ ધોધારી, ભાનુભાઇ ધાંધલા ધમૈન્‍દ્રભાઇ કુંચાલા, સાગરભાઇ માવદીયા, કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ તથા પો. કોન્‍સ. સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભરે કરી હતી.

(3:25 PM IST)