News of Monday, 27th April 2026
તડકો ભલે હોય મતદાન કરવું જરૂરીઃ આગેવાનો-નાગરિકો ઉમટયા

રાજકોટઃ ગઇ કાલે યોજાયેલ મનપાની ચૂંટણીના મતદાનમાં આકરા તાપ વચ્ચે રાજકીય, સામાજીક આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા, ઉપરોકત તસ્વીરોમાં વોર્ડ નં. ૧ર માં બુથ ટેબલની મુલાકાત લેતા પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, ભાજપ ઉમેદવાર પ્રદિપ ડવ તથા ટેબલ ઉપર માહિતી આપતા કાર્યકરો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા દંપતી, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ તથા પૂર્વ મેયર મંજુલાબેન પટેલ, પૂર્વ પ્રિન્સીપાલ શ્રી ભટાસણા, પ્રો. વિજયભાઇ ભટાસણા દંપતી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી દંપતી, જીલ્લા પંચાયતના ઉમેદવાર અર્જુનભાઇ ખાટરીયા, ભાજપ જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જૈન અગ્રણી શૈલેષભાઇ માઉં પરિવાર, ભાજપ કાર્યાલયના શૈલેષભાઇ દવે, સમીરભાઇ વસાવડા, પૂર્વ કોર્પોરેટર જયાબેન ડાંગર તથા શૈલેષ ડાંગર દંપતી, બાળરોગ નિષ્ણાંત ડો. વિસાણી, વોર્ડ નં. પ ના ભાજપના ઉમેદવાર સંજય ચાવડા મતદારો સાથે દર્શાય છે. જયારે અન્ય તસ્વીરોમાં મોટી ઉંમરના મતદારો, મહિલા-પુરૂષો મતદારો મતરૂપી ફરજો નિભાવવા બહોળી સંખ્યામાં બુથ ખાતે પહોંચ્યા હતા (તસવીરઃ અશોક બગથરીય)
(3:17 PM IST)










