<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

રાજકોટ મનપાની 72 બેઠક માટે મતદાન શરૂ: અનેક મતદાન મથકોએ સવારથી લાંબી લાઈનો: 236 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં થશે સીલ

કલેકટર ડો.ઓમ પ્રકાશ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, અનેક ઉમેદવારોએ સવારમાં જ કર્યુ મતદાન: રાજકોટમાં 9.85 લાખ મતદારો

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન શરૂ છે. 9 લાખ 85 હજારથી વધુ મતદારો કૂલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. રાજકોટમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા પાણી-છાયડા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુમાં વધુ મતદારો સવારે 10 પહેલા મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

હાલમાં શહેરના તમામ મતદાન મથકો પણ મતદારોની લાઈનો જોવા મળી રહી છે. લોકો લોકશાહીના પર્વમાં સહભાગી થવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. તો ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.

 શહેરના ૯.૮૫ લાખ મતદારો ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ, આપ, એન.સી.પી. જેવા રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત અપક્ષના મળી કુલ ૨૩૬ ઉમેદવારોનું ભાવિ નક્કી કરીને ૭ર ટકોરાબંધ ઉમેદવારોને પસંદ કરનાર છે.

 

શહેરના ૧ થી ૧૮ વોર્ડમાં કુલ ૫,૧૦,૦૮૬ પુરૂષ ત્થા ૪,૭૬,૮૪૮ મહીલાઓ મતદારો તથા અન્ય ૧૮ સહીત કુલ ૯,૮૫,૯૫ર મતદારો છે.

 

મ.ન.પા.ની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીએસપી સહિત પક્ષના ૨૩૬ ઉમેદવારો મેદાનમાં છે. ૯.૮૫ લાખ શહેરીજનો ૨૬મીએ મતદાન કરશે. ૨૮મીએ પરિણામ જાહેર થશે.

 

નોંધનીય છે કે ૨૦૨૧માં ૧૧ લાખ મતદારો હતા જેમાં શહેરમાં એસાઈઆર ડ્રાઇવ કામગીરી બાદ મતદારો સહીત કુલ ૧ લાખથી વધુ મતદારોનો ઘટાડો થયો છે.

(9:48 AM IST)