News of Friday, 24th April 2026
વધુને વધુ સંખ્યામાં મતદાન કરજોઃ જનાણી

રાજકોટ, તા.૨૪: સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ કોર્પોરેશનની ૭૨ બેઠકો પર લડતા ઉમેદવારો તથા જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પર લડતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવીને જણાવે છે કે, ભારતીય લોકશાહીને પંચાયતથી માંડીને વિધાનસભા, લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણીપંચ અને રાજય ચૂંટણીપંચ દ્વારા યોજાતી ચૂંટણીમાં મજબૂતાઈ આપે છે અને જનતાનો લોકશાહી શાસન પ્રત્યે વિશ્વાસને જીવંત રાખે છે.
રાજકોટના જાગૃત મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવી રાજકોટ શહેર અને જિલ્લાની જનતાને શ્રી જનાણીએ અપીલ કરી છે.
(3:54 PM IST)










