<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

રામના નામે વોટ અને હનુમાનજી પર બુલડોઝર? મંદિર ડિમોલીશનના વિરોધમાં કોંગ્રેસ મેદાને

ત્રિકોણ બાગ ખાતે આસ્‍થા બચાવો ધરણા કાર્યક્રમ યોજાયોઃ મંદિરો અને ધાર્મિક સ્‍થાનો પરની કાર્યવાહીને આસ્‍થા પરનો હુમલો ગણાવતા રાજદિપસિંહ જાડેજા

આસ્‍થા સામે બુલડોઝર પણ નાનુ પડે : રાજકોટઃ મ્‍યુનિ.કોર્પોરેશને ગત મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૧૨ મંદિરના બાંધકામો હટાવવા ડિમોલીશન કરવામાં આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં આજે સવારે ત્રીકોણ બાગ ખાતે આસ્‍થા બચાવો ધરણા કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યો હતો. સાથે-સાથે કાર્યકરોએ આસ્‍થા સામે બુલડોઝર પણ નાનુ પડે સહિતના પ્‍લેકાર્ડ પ્રદર્શીત કરવામાં આવ્‍યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૬: શહેરમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં વર્ષોથી લોકોની શ્રદ્ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર રહેલા નાના મંદિરો, દેરીઓ અને હનુમાનજીના સ્‍થાનો પર કરાયેલી બુલડોઝર કાર્યવાહીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે  શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ‘‘આસ્‍થા બચાવો'' ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

કોંગ્રેસના જણાવ્‍યા મુજબ મનપા દ્વારા મવડી, ઉદયનગર, માયાણી આવાસ યોજના, યોગીનગર અને કાલાવડ રોડ સહિતના વિસ્‍તારોમાં આવેલા હનુમાનજી મંદિરો, માતાજીના મંદિરો અને ધાર્મિક સ્‍થાનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્‍થાનિકોના મતે ઘણા સ્‍થળો વર્ષોથી લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા હતા, છતાં લોકોનો વિશ્વાસ લીધા વિના રાત્રિના સમયે કાર્યવાહી કરાઈ હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે ભાજપ સરકાર એક તરફ રામના નામે રાજકારણ કરે છે અને બીજી તરફ મંદિરો તથા ધાર્મિક સ્‍થાનો પર બુલડોઝર ફેરવી રહી છે. તેમણે આ કાર્યવાહી ને લોકોની ધાર્મિક લાગણીઓ પર સીધો પ્રહાર ગણાવ્‍યો હતો.

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર કાર્યવાહી કરતું નથી, જ્‍યારે સામાન્‍ય લોકો અને ધાર્મિક સ્‍થાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. વિકાસના નામે લોકોની આસ્‍થા સાથે રમત રમાશે તો કોંગ્રેસ રસ્‍તા પર ઉતરી જનઆંદોલન કરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સ્‍થાનિક નાગરિકો દ્વારા સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. કોંગ્રેસે અંતે માંગ કરી હતી કે તંત્ર તાત્‍કાલિક આવી કાર્યવાહી બંધ કરે અને લોકોની ધાર્મિક લાગણીઓનું સન્‍માન કરે.

શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અગ્રણી, ડો.હેમાંગ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી,ડી. પી મકવાણા,અતુલ ભાઈ રાજાણી, વશરામ ભાઈ સાગઠીયા, પ્રદેશ અગ્રણી મુકેશ ભાઈ ચાવડા, કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણ, મકબુલભાઈ  દાઉદાની, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઈબ્રાહીમભાઇ સોરા, મનીષા બેન રોજાસરા, સંજયભાઈ અજુડિયા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નીતિનભાઈ ભંડેરી, વૈશાલીબેન શિંદે, હરપાલસિંહ જાડેજા,રહીમ ભાઈ સોરા અલ્‍પેશભાઈ સાધરીયા, દિપ ભંડેરી, ઉકેશ રબારી, મનસુખ ભાઈ જાદવ, દિલીપ ભાઈ  આસવાની, રાજુ ભાઈ બાબિયા, ,રાજુભાઈ ચાવડા,હાર્દિક ભાઈ   પરમાર, સુરેશ ભાઈ ગેરૈયા, કેતનભાઈ તાળાં , શૈલેષ ભાઈ સાકરીયા, ગિરીશ ભાઈ ઘરસંડીયા, નિલેશ ભાઈ મારું,સોહિલ ભાઈ ઝરીયા, સલીમ ભાઈ કારિયાણી, અલ્‍તાફભાઈ,જયાબેન ચોહાણ, કંચન બેન વાળા,હિરલ રાઠોડ, યોગીતા વડોલિયા ,શાંતા બેન મકવાણા, તુષાર નંદાની,મયુરભાઈ શાહ,મેરૂમ બેન, જગદીશ ભાઈ ડોડીયા,ભાર્ગવ પઢિયાર,રણજીત મુંધવા, ડો.બી.ગોહિલ, દીપેન ભગદેવ, આયર્ન પટેલ, ગૌરવ ખીમસુરીયા, મહિપાલ ચોહાણ, યુસુફભાઈ જુણેજા, જીતુભાઈ ઠાકર, ઠાકરશી  ગજેરા,રૈયા ભાઈ બાંભવા, યજ્ઞેશ દવે,ભાવેશ વાઘેલા, સરલાબેન પાટડિયા, ધવલ રાઠોડ, જલ્‍પેશ વાઘેલા, નરેશ ભાઈ પરમાર, કમલેશ કોઠીવાર, હેમલ ભાઈ પેસવાડીયા, પ્રફુલા બેન ચૌહાણ,ચંદ્રિકા વરણીયા, સજના ગોહેલ, દીપુબેન રવિયા ,નરેન્‍દ્રભાઇ, મયુરસિંહ પરમાર,પ્રતિમા બેન, મેપાભાઈ કણસાગરા, ફેનિલ વોરા, જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહીને ‘‘આસ્‍થા પર હુમલો'' અને ‘લોકોની લાગણીઓ સાથેની ક્રૂર રમત''ગણાવવામાં આવી હતી.

(2:33 PM IST)