તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ઉજ્જવળ ભવિષ્ય અને ગતીશીલ વિકાસ માટે મતદાન અવશ્ય કરજોઃ ડો.ભરત બોઘરા

રાજકોટ તા.રપઃ લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં આપણો એક-એક મત એ માત્ર બટન દબાવવાની ક્રિયા નથી, પરંતુ રાજકોટના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનું મજબૂત સોપાન છે. આવતીકાલે યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં, પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોધરાએ તમામ રાજકોટવાસીઓને લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને મતદાન કરવાની અપીલ કરી છે.
ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું છે કે ''મતદાન એ આપણા શહેર પ્રત્યેની નૈતિક જવાબદારી છે. આપણે જ્યારે ઘરની બહાર નીકળીને મતદાન કરીએ છીએ, ત્યારે આપણે આપણા શહેરના આવનારા પાંચ વર્ષના વિકાસનો પાયો નાખીએ છીએ. તેથી, કોઈ પણ ભોગે મતદાન કરવાનું ચૂકશો નહીં.''
''રાજકોટ આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. આ વિકાસની ગતિને અવિરત રાખવા માટે, નિર્ણાયક નેતૃત્વ પસંદ કરવું ખૂબ જરૂરી છે. આપણો મત એ વિકાસને વેગ આપવા માટેનું સૌથી શકિતશાળી માધ્યમ છે.''
''લોકશાહીની સફળતા જનતાની સક્રિય ભાગીદારીમાં રહેલી છે. આવતીકાલે કોઈ પણ નાગરિક મતદાનથી વંચિત ન રહે અને અન્યને પણ મતદાન કરવા માટે ઙ્કોત્સાહિત કરે તેવી મારી નમ્ર અપીલ છે.''
''મારું શહેર, મારો અધિકાર, મારું મતદાન'' - આ મંત્ર સાથે, ચાલો આપણે સૌ મળીને રાજકોટના વિકાસની નવી ગાથા લખવા માટે આવતીકાલે સવારે જ મતદાન મથક પર જઈએ. આપણી જાગૃતિ જ આપણા શહેરની તાકાત છે. આવતીકાલે મતદાન કરો અને લોકશાહીના આ પર્વમાં સહભાગી બનીને આપણી ફરજ અદા કરો. તેમ ડો. ભરતભાઈ બોઘરા (પૂર્વ ધારાસભ્ય) એ જણાવ્યુ છે.(
(3:34 PM IST)










