તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવઃ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે
શ્રી વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ દ્વારા માલવિયા કોલેજની સામેના મેદાનમાં આયોજન ૨૫૦૦થી વધુ ખેલૈયાઓ રાસે રમશે, દરરોજ ૧૨ અને કુલ ૧૨૦ ઈનામોઃ જ્ઞાતિજનો માટે જાજરમાન આયોજન

રાજકોટઃ શ્રી વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ દ્વારા શ્રી વિશ્વકર્મા વંશજો માટે જાજરમાન અને પારિવારિક માહોલમાં અર્વાચીન રાસોત્સવ ૨૦૨૬માં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. ખેલૈયાઓ મુક્ત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે શહેરના હાર્દસમાં ગોંડલ રોડ પર માલવિયા કોલજની સામેના વિશાળ મેદાનમાં ૨૫૦૦ થી વધુ ખેલૈયા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ બેસ્ટ પ્રિન્સ અને બેસ્ટ પ્રિન્સેસ, વેલ ડ્રેસ જેવા અનેક ઈનામો દાતાઓના સહયોગથી આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
રાસોત્સવમાં ચંદ્રેશ ગજ્જર, અવની જાની, મો.સિંગર રીંકુ ઠક્કર અને મ્યુઝિક અરેંજમેન્ટ ન્યુ બજરંગ સાઉન્ડ નિલેશભાઈ પંચાસરા સાથે મ્યુઝીકલ ગ્રુપના સુરિલા સ્વરમાં ખેલૈયાઓને ડોલાવશે. ઓરકેસ્ટ્રમાં જેબી ઇવેન્ટ, ફાઈવ સ્ટાર સાઉન્ડના સથવારે ધૂમ મચાવી ખેલૈયાઓને જોમ પુરૂ પાડશે, એન્કર તરીકે જ્ઞાતિના ચાંદનીબેન ગજ્જર સેવા આપશે.
શ્રી વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ વાલંભિયા, ઉપપ્રમુખ જયકુમાર તલસાણિયા, રીતેષભાઈ ધ્રાંગધરિયા, મહેશભાઈ બદ્રકિયા, મંત્રી પ્રફુલભાઈ બકરાણીયા, સહમંત્રી સુનિલભાઈ પંચાસરા, ખજાનચી વિમલભાઈ આમરણિયા, સહખજાનચી ભરતભાઈ ઉછડિયા તથા ૨૯ ટ્રસ્ટી તેમજ ૧૫૦થી વધુ કાર્યકરો આપી રહ્યાનુ જણાવાયું છે.
અર્વાચીન રાસોત્સવમાં સીઝન પાસ સાથે ડેઈલી પાસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જ્ઞાતિજનોને આ રાસ નિહાળવા માટે ફ્રિ એન્ટ્રી પાસ રાખવામાં આવેલ છે. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની શ્રી વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ પર બાઉન્સર તેમજ સિક્યોરીટીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ ૨૦૨૬માં ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડો.માધવભાઈ દવે (પ્રમુખ રાજકોટ શહેર ભાજપ), મેયર ડો.નેહલ શુક્લ, પેઢડીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ ઉપસ્થિત રહેશે.
દિનેશભાઈ એન. ખંભાયતા, મહેશભાઈ ભાડેશીયા, વિનયભાઈ એમ. તલસાણીયા, મુકેશભાઈ આર. વડગામા, વિજયભાઈ પી. ધ્રાંગધરીયા, રિતેષભાઇ તથા નિમેશભાઈ સી. ધ્રાંગધરીયા, ધર્મેશભાઈ આર. સંચાણીયા, સુનિલભાઈ સીનરોજા તથા જીગ્નેશભાઈ સંચાણીયા, પરેશભાઈ એમ. છનિયારા-અમદાવાદ, હિરેનભાઈ એચ. મિષી - અમદાવાદ, જયેન્દ્રકુમાર વી. પંચાસરા (કુમારભાઈ) બિલ્ડર, પિયુષભાઈ જે. તથા સાવનભાઈ જે. સોંડાગર, પારસભાઈ જે. ધોરેચા - અમદાવાદ, કિશોરભાઈ ટી. જોલાપરા - રિટાયર્ડ મામલતદાર, જૂનાગઢ, ભરતભાઈ સી. ખારેયા, શ્રી મુકેશભાઈ ટી. પંચાસરા, રમેશભાઈ એ. તલસાણીયા, ભરતભાઈ એમ. વિરમગામા, વરિન જે. તલસાણીયા, મહેશભાઈ ડી. બદ્રકિયાના હસ્તે ખેલૈયાઓને ઇનામો આપવામાં આવશે.
ખેલૈયાઓ માટે રાસોત્સવના સ્થળે દસ દિવસ એમ્બ્યુલન્સ અને જ્ઞાતિના ડોકટર્સની ટીમ પણ સ્થળ પર હાજર રહશે. ડો.અમિત ખંભાયતા, ડો. હિતેષ ચંદવાણીયા, ડો. દેવેન સંચાણીયા, ડો. આશિષ ખંભાયતા, ડો. અમિત ઉછડિયા, ડો. પૂનમ ઉછડિયા સેવા આપશે.
આયોજનને સફળ બનાવવા પરેશભાઈ વાલંભીયા - પ્રમુખ
જયુભાઈ તલસાણીયા - ઉપપ્રમુખ, રિતેષભાઈ ધ્રાંગધરીયા - ઉપપ્રમુખ, મહેશભાઈ બદ્રકિયા - ઉપપ્રમુખ, પ્રફુલભાઈ બકરાણીયા - મંત્રી, સુનિલભાઈ પંચાસરા - સહમંત્રી, વિમલભાઈ આમરણીયા - ખજાનચી, ભરતભાઈ ઉછડીયા- સહ ખજાનચી
ટ્રસ્ટી મંડળ રસિકભાઈ બદ્રકિયા, મુકેશભાઇ વડગામા, દિનેશભાઇ ખંભાયતા, મુકેશભાઈ ભાડેશિયા, વિનયભાઈ તલસાણીયા, હર્ષદભાઈ બકરાણીયા, પ્રદીપભાઈ કરગથરા, વિજયભાઈ ધ્રાંગધરીયા, જયેન્દ્રકુમાર પંચાસરા (કુમારભાઈ), જયેશભાઈ ત્રેટીયા, દિનેશભાઈ ભેંસાણીયા, અમિતભાઈ સાંકડેચા, ગૌરવભાઈ કધ્રેચા, રમેશભાઈ ગંગાજળીયા, કુસુમબેન સાંકડેચા, જગદીશભાઈ સોંડાગર, ધર્મેશભાઈ સંચાણીયા, દિપકભાઈ વડગામા, અમિતભાઈ સાંકડેચા, મુકેશભાઈ વડગામા, અશ્વિનભાઈ વડગામા, વિજયભાઈ સીનરોજા, રમણીકભાઈ ભાડેશીયા, રાજેશભાઈ ભાડેશીયા, હસુભાઈ અંબાસણા, ડોલીબેન તલસાણીયા, ઉમ્પ્લાબેન દુદકિયા, રીટાબેન છનીયારા, માધવીબેન બદ્રકિયા, જયશ્રીબેન પંચાસરા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:17 PM IST)










