News of Thursday, 23rd July 2026
જમીનોમાં શરત ભંગઃ ૧૮ પાર્ટીને ર કરોડ ૧૮ લાખનો દંડ ફટકારતા કલેકટરઃ રૈયા-મવડી -મુંજકા ઝપટે
મવડીમાં એક પાર્ટીને ૪૮.૫૦ લાખનો દંડઃ રૈયા - પાળમાં પણ ૮૭ લાખ વસૂલવા આદેશ

રાજકોટ, તા.૨૩: જિલ્લામાં જમીનના નિયમો વિરુદ્ધ જઈને બિનઅધિકળત રીતે વાણિજ્યિક ઉપયોગ કરવા, હેતુફેર કરવા અને શરતોનો ભંગ કરવાના ગંભીર કિસ્સાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. લેન્ડ રેવન્યુ કોડ ની કલમ ૬૫ તથા ૬૬ હેઠળ તા. ૨૫/૦૩/૨૦૨૫ થી તા. ૧૬/૦૭/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન જિલ્લામાં શરતભંગના ૧૮ મામલાઓ બહાર આવ્યા છે. જિલ્લામાં જમીનનો ગેરકાયદે ઉપયોગ કરનાર આસામીઓ અને સંચાલકો સામે તંત્ર દ્વારા કુલ રૂ. ૨,૧૮,૧૧,૪૩૫/- જેટલો માતબર દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અને વિગતો મુજબ, રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓમાં ખેતીની જમીનનો બિનખેતી કર્યા વગર કે પછી મંજૂર થયેલી શરતોથી વિપરીત જઈને કોમર્શિયલ ઉપયોગ, પાર્ટી પ્લોટ, હોટેલ, સ્પોટ્સ કોમ્પ્લેક્સ, ઓઇલ મિલ તેમજ ધાર્મિક બાંધકામ જેવા વિવિધ હેતુઓ માટે મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેમાં ખોખડદળ (રાજકોટ તાલુકો) - અંદાજિત દંડની રકમઃ ૨,૭૭,૫૩૦,મુજકા (રાજકોટ તાલુકો) - અંદાજિત દંડની રકમઃ ૧,૧૦,૮૪૫, મુજકા (રાજકોટ તાલુકો) - અંદાજિત દંડની રકમઃ ૨૪,૭૭,૩૮૦, આટકોટ (જસદણ) - અંદાજિત દંડની રકમઃ ૧૨,૧૪૧, પાળ (લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૭,૪૬,૨૩૦, આટકોટ (જસદણ) - અંદાજિત દંડની રકમઃ ૭,૬૮૬, જેતપુર-૧ - અંદાજિત દંડની રકમઃ ૧૩,૨૦,૨૭૦, નવાગામ (જસદણ) - અંદાજિત દંડની રકમઃ ૪,૮૬૪/, ફરેણી (તા. ધોરાજી) - અંદાજિત દંડની રકમઃ ૪૬,૨૦૦, પારડી (તા.લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૫,૨૮,૦૦૦, પાળ (લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૧૦,૮૫,૭૮૦, ઢોલરા (લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૪,૦૪,૯૧૦, ઢોલરા (લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૬,૧૪,૧૦૦, રૈયા-૪ (રાજકોટ પશ્ચિમ) - અંદાજિત દંડની રકમઃ ૩૩,૧૨,૨૭, પાળ (લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૨૭,૨૬,૦૧૦
ક્રમ ૧૬:પાળ (લોધીકા) - અંદાજિત દંડની રકમઃ ૨૭,૨૬,૦૧૦, ખોખડદળ (રાજકોટ તાલુકો) - અંદાજિત દંડની રકમઃ ૪,૬૧,૦૧૬, રાજકોટ-૪ (રાજકોટ દક્ષિણ) - અંદાજિત દંડની રકમઃ ૪૮,૫૦,૭૬૦ સહિતના કુલ દંડની રકમઃ ૨,૧૮,૧૧,૪૩૫ નો દંડ ફટકારવામાં આવ્યો છે
(3:15 PM IST)










