<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

પોણા લાખનો દારૂ ભરેલી કાર સાથે વિજયસિંહ ડાભી ઝડપાયો યુનિવર્સિટી અને આજી ડેમ પોલીસે દારૂ સાથે બે ને પકડયા

પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયાની ટીમનો ૧પ૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર જવાના રસ્‍તે દરોડોઃ ૧૦.૭૮ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ, તા., ર૯: ૧પ૦ ફુટ રીંગ રોડ પર આ઼બેડકરનગર જવાના રોડ ઉપરથી પીસીબીની ટીમે બાતમીના આધારે પોણા લાખનો દારૂનો જથ્‍થો ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડીલઇ કુલ રૂા.૧૦.૭૮ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ અનીલભાઇ સોનારા અને કોન્‍સ. હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ૧પ૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર જવાના રસ્‍તેથી ક્રેટા કારમાં દારૂનો જથ્‍થો ભરીને નિકળેલા વિજયસિંહ નવલસિંહ ડાભી (ઉ.વ.ર૮) રહે. હરસિધ્‍ધી સોસાયટી પુનીતનગરના ટાંકા પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ)ને પકડી લઇ રૂા.૭૮ હજારની દારૂની ૨૪૦ બોટલ અને કાર સહિત રૂા.૧૦.૭૮ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી  પી.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઈન્‍સપેકટર પી.બી. ત્રાજીયા,આર.કે. જાડેજા એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા પો. હેડ.કોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેત, ઉમેશભાઇ ચાવડા દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પો. કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા એ કરી હતી.

બીજા દરોડામં આજીડેમ પોલીસના હેડકોન્‍સ. એપી.સોલંકી, અંકિતભાઇ નિમાવત, અજયભાઇ ગઢવી, મહેન્‍દ્રભાઇ રાઠોડ સહિતના સ્‍ટાફે સ્‍વાતી રોડ પાસે વિરાજ ચોક નજીકથી યશ હરીકૃષ્‍ણભાઇ ત્રિવેદી  (ઉ.વ.૨૩ રહે નારાયણનગર મેઇનરોડ, કોઠારીયા સોલવન્‍ટાને ૧૬૫૦ની દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો.

ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ  મથકના મથકના પીએસઆઇ એસ.એન. શ્‍યોરા, હેડકોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા સહિત સ્‍ટાફે રૈયાધાર મેઇનરોડ પરથી જયશે ઉર્ફે જય પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૨૨ રહે રૈયાધાર)ને રૂા.૮૬૪૦ના દારૂના ૪૮ ચપલા સાથે પકડી લીધો હતો.

(3:48 PM IST)