<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

વાવડી વિસ્‍તારમાં તરૂણીને રૂમમાં લઇ જઇ મોઢુ દબાવી વિજયે દુષ્‍કર્મ ગુજાર્યુ

ભોગબનનાર ૧૪ વર્ષની તરૂણી કોૈટુંબીક મામાની દિકરી બહેનના ઘરે ગઇ હતી ત્‍યારે બનેલી ઘટનાઃ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા.૨૯: વાવડી વિસ્‍તારમાં ઘરેથી મામાની દિકરી બહેનના ઘરે ગયેલી ૧૪ વર્ષની તરૂણીને વિજય નાનુભાઇ મોહનીયા નામના શખ્‍સે તેને પકડી રૂમમાં લઇ જઇ મોઢે ડુમો દઇ દુષ્‍કર્મ ગુજાર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે ભોગ બનનાર તરૂણીની માતાએ પોલીસને જણાવ્‍યુ કે, તે વાવડી વિસ્‍તારમાં રહે છે. સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે તે તેની વચેટ પુત્રી સાથે ગઇ તા. ૬ના મજુરીકામે ગયા હતા. જયારે ભોગ બનનાર ૧૪ વર્ષની તરૂણી સહિત બે પુત્રી અને પુત્ર સહિતના લોકો  ઘરે હતા તે મજુરી કરી ઘરે પરત આવતા ભોગબનનારને તેને વાત કરી હતીકે, તમે કામે ગયા બાદ બપોરે કોૈટુંબિક મામાની દિકરી ઘરે બોલાવવા માટે આવતા તે તેના કાકાના દિકરા સાથે તેના ઘરે ગઇ હતી. જયા થોડા સમયબાદ આરોપી વિજય ત્‍યાં આવ્‍યા બાદ તેણે પકડી રૂમમાં લઇ જઇ દરવાજો બંધ કરી મોઢુ દબાવી દુષ્‍કર્મ આચરવા લાગ્‍યો હતો જેથી તેના કાકાનો દિકરાએ બહારથી તાળુમારી ફઇ, કાકી સહિતને બોલાવી લાવ્‍યા બાદ તાળુ ખોલી  જોતા આરોપી ઝડપાઇ ગયો હતો. જો કે તે ફઇ અને કાકી સાથે ઝપાઝપી કરી ત્‍યાંથી ભાગી ગયો હતો.

આમ વાત ભોગબનનારે કરતા તેણે આરોપી વિજય કે જે તેના કાકા સાથે રહે છે. તેના ઘરે વાત કરતા તેના કાકાએ આરોપીના પિતાને વાત કરી હતી બાદમાં ફરીયાદ નોંધાવી હતી.

(2:55 PM IST)