તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
આર્થિક ભીંસમાં હોવાથી શિતલ પાર્કના વિદીતે ૧.૨૦ લાખની રોકડ ચોરી હતી
તિરૂપતિનગરમાં સ્પા સંચાલક યુવતિના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ અને ટીમે ભેદ ઉકેલ્યોઃ ભવદિપસિંહ, રોહિતદાન, જયદેવસિંહ, ચંદ્રદીપસિંહની બાતમી

રાજકોટ તા. ૩: શહેરના રૈયા રોડ પર આવેલા તિરૂપતીનગર વિસ્તારમાં ૩૧મીની સાંજના સમયે એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરે ઘરની ખીંટીએ ટીંગાડેલા પર્સમાંથી ૧,૨૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ અનડીટેક્ટ ગુનાને ગણતરીના સમયમાં શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે ચોરી થયેલી તમામ રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિત કુલ ૧,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
તિરૂપતીનગરમાં રહેતાં અને સ્પાનું સંચાલન કરતાં મેલીબેન એકયુંગ બેગેંગ (ઉં.વ. ૨૨)ના ઘરમાંથી ચોરી થઇ હતી. તેણી અહિ ભાડેથી રહે છે. તેણે ઘરમાં ખીંટી પર ટીંગાડેલા પર્સમાંથી ૧.૨૦ લાખની રોકડ ચોરાઇ ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ભવદીપીસંહ ગોહિલ, રોહીતદાન ગઢવી, કોન્સ. જયદેવસિંહ પરમાર, ચંદ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી માધાપર ચોકડીએથી એક શખ્સને પકડી લેવાયો હતો. તેની પુછતાછ થતાં પોતાનું નામ વિદીત રાજેશભાઇ સાચેલા (ઉ.વ.૩૨-રહે. શીતલ પાર્ક ચોક, ગોલ્ડન હાઇટ્સ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૫૦૩) જણાવ્યું હતું. વિશેષ પુછતાછ થતાં તેણે આ ચોરી કબુલી હતી અને ચોરેલી રકમ ૧.૨૦ લાખ કાઢી આપી હતી. આ રોકડ અને જીજે૦૩એચએસ-૪૩૦૨ નંબરનું કબ્જે કરાયું છે.
પ્રાથમિક પુછતાછમાં વિદીતે કબુલ્યું હતું કે પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. હાલમાં આર્થિક ભીંસ હોઇ તિરૂપતીનગરમાંથી નીકળ્યો ત્યારે ઘરમાં કોઇ ન હોઇ ચોરી કરી લીધી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ. રવીભાઇ ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, રોહિતદાન ગઢવી, શબ્બીરખાન મલેક, કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી, જયદેવસિંહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા, ચંદ્રદિપસિંહ જાડેજા, કૌશિકભાઇ ડાંગર, હોમગાર્ડ હરદીપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:25 PM IST)










