News of Monday, 25th May 2026
કુલપતિ જોશી પગપાળા,કુલસચિવ જાડેજા બસ દ્વારા યુનિવર્સીટી પહોંચ્યા
સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીમાં દર સોમવારે નો વ્હીકલ ડે ઝુંબેશનો પ્રારંભ

રાજકોટ તા.૨૫: યુધ્ધની પરિસ્થતિને પગલે પેટ્રોલ-ડીઝલ બચાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇંધણ બચાવવા અપીલ કરી છે. પરિણામે સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીએ પરીપત્ર કરીને દર સોમવાર ‘નો વ્હીકલ ડે' ઉજવવાનુ નકકી કર્યુ છે. હવેથી દર સોમવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કુલપતિ- અધિકારી શૈક્ષણીક અને બીન શૈક્ષણીક કર્મચારીઓ સાઇકલ પગપાળા કે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવવાનું છે. વિદ્યાર્થીઓ પણ આ ઝુંબેશમાં જોડાયા છે.
આજે પ્રથમ સોમવારે નો વ્હીકલ ડે અંતર્ગત કુલપતિ ડો.ઉત્પલ જોશી પગપાળા અને કુલસચિવ અજયસિંહ જાડેજા બસ દ્વારા યુનિવર્સીટીએ પહોંચ્યા હતા. મોટાભાગના કર્મચારીઓ પણ સીટી બસ દ્વારા કાર્યાલયે પહોંચ્યા હતા
(4:00 PM IST)










