તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
૨૫ વર્ષની પરંપરાનો ઝળહળતો રંગ,‘સહિયર'ના આંગણે નવરાત્રીનો ઉમંગ
સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શનમાં રેસકોર્ષના મેદાનમાં ૨૬માં વર્ષે સહિયર રાસોત્સવનું ભવ્ય આયોજન

રાજકોટઃ નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘સહિયર રાસોત્સવ'નું ભવ્ય આયોજન ૧૧ ઓક્ટોબર રવિવારથી શહેરના હાર્દ સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સહિયર ક્લબ માટે ૨૦૨૬નું વર્ષ ખાસ બની રહેવાનું છે. સતત ૨૫ વર્ષ સફળતા પૂર્વક, નિર્વિવાદ, સાતત્ય પૂર્વક રાજકોટને એક મર્યાદાસભર રાસોત્સવ આયોજન આપી સહિયર ક્લબ આ વર્ષે ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી ઇતિહાસ રચવા સજ્જ છે. ત્યારે સતત ૨૫ વર્ષથી ‘સહિયર રાસોત્સવ'નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે ૨૬માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
સહિયર ક્લબના અધ્યક્ષ સુરેન્દ્રસિહ વાળાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ અલગ-અલગ થીમ સાથે રાસ અને ગરબા રજૂ કરવામાં આવશે. આ વખતે નિયોન રાસ, વૃંદાવન થીમ રાસ, રેડ એન્ડ બ્લેક થીમ સાથેનો રાસ તથા રેટ્રો ગરબા અને ફયુઝન ગરબા રાસ જેવા આકર્ષક આયોજનો કરવામાં આવશે. દરેક દિવસે અલગ થીમ સાથેનું આ આયોજન શહેરના ગરબા પ્રેમીઓને નવો અનુભવ આપશે. ગરબા કિગ તરીકે જાણીતા રાહુલ મહેતા, પૂનમ ગોંડલીયા તથા તેજસ શીશાંગીયા જેવા ખ્યાતનામ ખેલૈયાઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થશે અને મેદાનમાં ગરબાનો માહોલ સર્જાશે.
આગામી તા.૧૧મીથી સતત ૯ દિવસ સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘સહિયર રાસોત્સવ'ની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે સતત ૨૫ વર્ષથી ‘સહિયર રાસોત્સવ'નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘સહિયર રાસોત્સવ' હરહંમેશ કંઈક ને કંઈક નવું આપવા તત્પર છે ત્યારે આ વર્ષે પણ વિશાળ ગ્રાઉન્ડમાં ખ્યાતનામ કલાકારો રાસની રમઝટમાં ખેલૈયાઓને ઓળઘોળ કરશે. સહિયર ક્લબની સફળતા અને લોકોનો પ્રેમ હંમેશા આયોજનની વિશેષતાઓ માટે રહ્યો છે.
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવો વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખેલૈયાઓની સુવિધા માટે રાસોત્સવના ગ્રાઉન્ડમાં મેડિકલની સુવિધા, એક એમ્બ્યુલન્સ, બે ડોકટર તેમજ નર્સિગ સ્ટાફ હાજર રહેશે.એલઇડી લાઇટીંગ વ્યવસ્થા દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ ઝળહળી ઉઠશે. સહિયર ક્લબમાં અર્વાચીન ડાંડીયા રાસમાં દર વર્ષે સિક્યોરિટી લાજવાબ હોય છે. તેમ જણાવાયું છે. બાઉન્સરો દ્વારા સિક્યોરિટીની ચુસ્ત વ્યવસ્થા જાળવવામાં આવશે. બાઉન્સરો દ્વારા મેટલ ડીટેક્ટરથી ખૈલેયાઓને અને પ્રેક્ષકોને ચેક કર્યા બાદ જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં ડિજિટલ કેમેરા દ્વારા લોકો પર બાજ નજર રાખવામાં આવશે. સહિયર ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં અંદાજે ૯ હજાર જેટલા લોકો મોકળાશથી રાસ-ગરબાની રમઝટ માણી શકશે. સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિહ વાળાએ ખેલૈયાઓ પરંપરાગત પરિધાન સાથે રસોસ્તવમાં જોડાવા ખાસ અપીલ કરી છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સુરેન્દ્રસિહ વાળાના માર્ગદર્શન હેઠળ ટિમ ચંદુભાઇ પરમાર, કૃષ્ણસિહ જાડેજા, યશપાલસિહ જાડેજા, વિજયસિહ ઝાલા, ધૈર્ય પારેખ, ક્રિષ્નપાલસિહ વાળા, રવિરાજાસિહ જાડેજા, દિવ્યરાજાસિહ જાડેજા, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા, સમ્રાટભાઈ ઉદ્દેશી, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિહ ઝાલા, જેન્તીભાઇ ઝાલા, જતીનભાઈ આડેસરા, યુવરાજાસિહ ચુડાસમા, પ્રતિકભાઈ જાણીતા, હિરેન ચંદારાણા, નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્ખર, દીપકસિંહ જાડેજા, અભિષેક અઢિયા, ભરતભાઈ વ્યાસ, કિરણભાઈ આડતિયા, નીરવભાઈ પોપટ, રવિભાઈ આડેસરા, સુશીલભાઈ ફીચડીયા, ધવલભાઈ નથવાણી જહેમત ઉઠાવી રહ્યા છે.
પાસ માટે સહિયર ક્લબ, ૩૧૨, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સ ની સામે, રાજકોટ, મો.૮૯૮૦૦ ૨૧૩૨૧ પર સંપર્ક કરવો.
સહિયર રાસોત્સવની સફળગાથા
વીતેલા સમયના કેલેન્ડર માં જોઈએ તો પી. ડી. માલવિયા કોલેજ સામેના પટાંગણમાં રજવાડી નામથી શરૂ થયેલ સહિયર ક્લબનું સુકાન સુરેન્દ્રસિહ વાળા દ્વારા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સફળ રહ્યા બાદ દર વર્ષે ખેલૈયાઓને પ્રિય કલાકારો અને વાદકો ને મંચ ગજાવવા નિમંત્રિત કરાતા સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ ગાયકો અને આયોજન માટેની ચીવટ અને કાળજી તથા સિક્યોરેટી ના કારણે સહિયર લોક હૃદય માં સ્થાન પામવામાં સફળ રહ્યું છે. પ્રત્યેક વર્ષ કઈક શીખવી જાય એ શીખતા શીખતા દર વર્ષે નાવિન્યસભર ફેરફારો લાવવામાં આવ્યા.ડોમ ના બદલે હાઇટેક ટ્રસ લાઈટિગ, ડેસ્કટોપ સાઉન્ડના બદલે લાઇન એરે, સીમિતના બદલે વિશાળ ગ્રાઉંડ, કાંકરાને ધૂળ પર રમતા ખેલૈયાઓની વ્યથા સમજી ગ્રાઉંડ ફલોરિગ શરૂ કરવામા આવ્યું.નવા આયોજનો માટે સહિયર હંમેશા પ્રેરણા દાયક અને અનુસરણીય બની રહ્યુ છે. વર્ષ ૨૦૧૫ માં વિશ્વવિખ્યાત કિર્તીદાન ગઢવીને સહિયર માં બૂક કરવાનું સાહસ પછી જ્યારે આવા લોકભોગ્ય ગાયક ૨૦૧૬મા ંના હોય તો પણ સહિયર ક્યારેય ખેલૈયાઓને નિરાશ નથી થવા દીધા. કોરોના લોકડાઉન સમયે પણ જ્યારે જાહેર કાર્યક્રમો બંધ હતા ત્યારે ઓનલાઈન નવરાત્રી કરી. ગાયકો, વાદકો, ટેકનિશિયન તમામ ને પુરસ્કાર આપી ને આયોજકો એ ઉદાહરણ પુરુ પાડયું કે નવરાત્રી કમાવા નો તહેવાર નથી.. કારણ કે સતત બે વર્ષ ઓનલાઇન સહિયર રાસોત્સવ આયોજકો એ સ્વખર્ચે કોઈ સ્પોન્સરશીપ વિના કરી બતાવ્યો હોવાની તેઓની યાદીમાં જણાવાયું છે.
(2:15 PM IST)










