<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ભક્‍તિનગર સર્કલ ખાતે સાધુ સંતોની ઉપસ્‍થિતિમાં વૈદિક મંત્રોચાર અને વાજતે ગાજતે ગણપતિ દાદાનું સ્‍થાપન

દરરોજ મહાઆરતી, સાંસ્‍કળતિક કાર્યક્રમો દાંડિયારાસ, લોકડાયરો, દેશભક્‍તિના ગીતો અને સાધુ સંતો દ્વારા ધર્મપરિષદના કાર્યક્રમો : ધર્મરક્ષક પરિષદ દ્વારા ર૧માં વર્ષે આયોજન

 

 

રાજકોટ : ગણપતિ આયો બાપા..રિદ્ધિ સિદ્ધિ  લાયોના નારા સાથે આજથી ગણપતિ મંગલ મહોત્‍સવનો દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે ત્‍યારે રાજકોટ શહેરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્‍સવનુ આયોજન કરવામાં આવેલ છે, ત્‍યારે રાજકોટના ભક્‍તિનગર સર્કલ ખાતે છેલ્લા ૨૧વર્ષથી લાગ લગાટ અને જાજરમાન આયોજન ધર્મરક્ષક પરિષદ એમ.કે.ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રિન્‍સ ઓફ કૈલાશનુ ભવ્‍યાતિવ્‍ય ગણેશ મહોત્‍સવનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

આ અંતર્ગત માહિતી આપતા ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્‍વામી , એમ.કે. ટ્રસ્‍ટના રમેશ ગઢિયા, ભૌતિક આસોદરીયા, મિતેષ આટકોટીયા, રવિ આટકોટીયા, શહેર ભાજપ અગ્રણી અને ગણપતિ મહોત્‍સવના મીડિયા ઈનચાર્જ હરેશભાઈ જોષીએ જણાવાયું છે કે, ધર્મરક્ષક પરિષદ દ્વારા ભક્‍તિનગર સર્કલ ખાતે આજે સાંજે ૪ કલાકે   સૌરાષ્‍ટ્રભરમાંથી સાધુ સંતો,  રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રોના આગેવાનો અને ધર્મ પ્રેમી જનતાની ઉપસ્‍થિતિમાં અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર, બેન્‍ડવાજાની શુરાવલી તેમજ ગણપતિ બાપા મોર્યાના નારા વચ્‍ચે ભક્‍તિ , શક્‍તિ , શ્રદ્ધાથી ગણપતિ બાપાનું સ્‍થાપન કરવામાં આવશે. ગણપતિ મહોત્‍સવમાં દરરોજ સાંજે ૭.૪૫ કલાકે મહાઆરતી અને દરરોજ રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે.

છેલ્લા ૨૧વર્ષથી ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજીત ગણપતિ મહોત્‍સવમાં શહેરીજનો શ્રદ્ધા અને ભક્‍તિથી મહાઆરતી અને દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવે છે. સાંજે ૭.૪૫ કલાકે મહાઆરતી અને ત્‍યારબાદ દેશભક્‍તિના તિરંગા વાતાવરણ વચ્‍ચે રાષ્‍ટ્રગાન કર્યા બાદ સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે જેમાં દાંડિયારાસ, લોકડાયરો,  દેશભક્‍તિના ગીતોમાં નામાંકિત કલાકારો દ્વારા કાર્યક્રમો યોજાશે. આજે રાત્રે જૂનાગઢ પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મહંત શ્રી ઇન્‍દ્રભારતી બાપુ, ગર્ગાચાર્ય મહેન્‍દ્રાનંદ ગિરીબાપુ , થનાપતિ બુધ્‍ધગીરી બાપુ, બાવકુપુરી બાપુ (મોટા આકડીયા, અમરેલી) ઉપસ્‍થિત રહેશે.

ઇન્‍દ્રભારતી બાપુ, મહેન્‍દ્રગિરિ, પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, બુધ્‍ધગીરી બાપુ, જયઅંબાનંદગિરી માતા, વિક્રમગીરી બાપુ, ગણેશપુરી બાપુ, બાવકુપુરી બાપુ, નરેન્‍દ્ર બાપુ, રાજેશપુરી બાપુ, હસુગીરી બાપુ, ભૂપતગિરિ, ભરતગિરી, હરેશબાપુ, ધીરજપુરી બાપુ, અક્ષયપુરી, પરીક્ષિતગીરી, હર્ષદગીરિ, બચુબાપા, શાષાીબાપુ, બળવંતગીરી, ત્‍યાગી મનમોહનદાસજી મહારાજ, વ્રજકુમાર મહારાજ, નિખિલેશ્વરાનંદજી મહારાજ, કેશરીબાઈજી, જયશ્રી દીદી, અપૂર્વમુની સ્‍વામી, ત્‍યાગવલ્લભ સ્‍વામી, રાધારમણ સ્‍વામી, દેવકળષ્‍ણ સ્‍વામી, બ્રહ્મતીર્થ સ્‍વામી, વિવેકસાગર સ્‍વામી, ભક્‍તિપ્રસાદ સ્‍વામી, અદ્દભુત સ્‍વામી, મહંત શ્રી અશોકભાઈ, ભરતભાઈ પંડ્‍યા, પ્રતાપપુરી બાપુ, અનુપગીરી બાપુ, બીપીનભાઇ ભટ્ટ, દિનેશ અદા, પવનદાસ, ધર્મદાસ, ધર્મવત્‍સલસ્‍વામી, ગોકર્ણદાસજી, રામલખનદાસજી, ભગવાનદાસજી, રાઘવદાસજી, નરશીદાસજી, રાજેન્‍દ્રદાસજી, રાઘવદાસજી, નિશ્વાસ સ્‍વામી, અક્ષય કુમાર મહોદય, અભિષેક કુમાર મહોદય, વ્રજેશકુમાર મહોદય, પુરુષોતમ લાલજી મહારાજ, નરસિદાશ સહિતના સાથે સંતો, મહંતો આશીર્વચન આપશે.

આ ધર્મરક્ષક પરિષદના મીડિયા ઈન્‍ચાર્જ તરીકે હરેશભાઈ જોષી , સહ-ઈન્‍ચાર્જ તરીકે ઉદય જોષી અને હિતેશ જોષી, એમ. કે. ચેરિટેબલ ટ્રસ્‍ટના તમામ સમિતિના કાર્યકર્તાઓ તેમજ ગૌતમ ગૌસ્‍વામી અને રમેશ ગઢીયા, નીરવભાઈ  ચૌહાણ, કેતનભાઈ મેર, વિવેકભાઈ પરસાણા, જેનિસ ભારથી ગૌસ્‍વામી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

હે ગજાનન દયાવાન હો એવું  વરદાન

  વિદ્યા, બુધ્‍ધિ પ્રદાયક, વરદાન ગુણ-ગણનાયક

  મનોવાંચ્‍છિત ફળદાયક સુરનાયક, સુમતિદાયક

  અસુર સંહારક, દુઃખહારક, જન-મન ઉધ્‍ધારક,

 આપદા-વિપદા વિદાયક, આનંદ ઘન દાયક

 વક્રતુંડા, એકદંતા, સુખકર્તા, દુઃખહર્તા, ભગવંતા

 કર્તા, દ્યર્તા, હતાં વિજયતાં જય જય જગનિયંતા,

 આપો એવી શકિત કૃપાકરન કરૂણાનિધાન,

 હે, ગજાનંન દયાવાન માંગીએ એવું વરદાન,

 પડકાર સામે લલકાર કરીએ કદી ન ડરીએ,

 સત્‍ય, નિષ્‍ઠા, ન્‍યાય, નિડરતા ન છોડીએ,

 ભગવાન ભાસ્‍કરનું કાર્ય કોડીયું બની કરીએ,

 અજ્ઞાન  ઉલેચી સત્‍ય, સેવાના જ્ઞાન દિવડા પ્રગટાવીએ,

હર દુઃખ ભેદ-ભાવ ભૂલાવીએ, મીટાવીએ,

વાદ,વિવાદ વિખવાદ ટાળી સંવાદની સોડમ્‌ પ્રસરાવીએ.

(2:56 PM IST)