<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

વેદાંત મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ કુવાડવા બ્રાન્‍ચનો રવિવારે પ્રારંભ

રાજકોટ : અહિંના મોટી ટાંકી ચોકમાં આવેલ વેદાંત મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલની કુવાડવા બ્રાન્‍ચનો તા. ૧૯ જુલાઈ રવિવારે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. (સવારે ૯ વાગ્‍યે, સ્‍થળ કુવાડવા ચોકડી, વાંકાનેર ચોકડી, રાજકોટ) આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે રાજકોટના ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ અને ઉદ્દઘાટક તરીકે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા ખાસ ઉપસ્‍થિત રહેશે.

આ પ્રસંગે સર્વોદય હોસ્‍પિટલ, ન્‍યુબર્ગ સુપરટેક લેબોરેટરી, પાર્શ્વવાન મેડીસીન્‍સ, શ્રી ચામુંડા મેટલ્‍સ સહિતની સંખ્‍યાબંધ સંસ્‍થાઓ, મહાનુભાવો, સ્‍નેહીજનોએ શુભેચ્‍છા પાઠવી છે. છેલ્લા ૧૦ વર્ષથી વેદાંત હોસ્‍પિટલ રાજકોટમાં ખૂબ જ વ્‍યાજબી ભાવે કોઈપણ ‘હીડન' ખર્ચ વિના આધુનિક સારવાર આપી રહ્યાનું જણાવાયુ છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાની વેબ એડીશનના એડીટર નિમિષભાઈ ગણાત્રા સાથે ડો. કોઠીયા (મો.૯૪૨૭૭ ૩૫૦૧૦), ડો. સંદિપ હરસોરા (મો.૯૬૨૪૮ ૮૮૮૭૯) વિ. નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:22 PM IST)