<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજકોટમાં અષાઢીબીજે ભગવાન જગન્નાથજીને વધાવવા વિવિધ સંસ્‍થા-મંડળો તત્‍પરઃ ઠેર - ઠેર સ્‍વાગત થશે

રથયાત્રાના ૨૬ કિલોમીટરના ઐતિહાસિક રૂટ ઉપર ભગવાન નગરજનો ઉપર કૃપાદ્રષ્ટિ વરસાવશે

રાજકોટઃ શહેરમાં છેલ્‍લા ૧૯ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્‍યથી ભવ્‍ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્ચાએ નીકળે ત્‍યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા. ૧૬ને ગુરૂવારે સવારે ૮:૦૦ વાગ્‍યે જગન્નાથ મંદિરેથી સ્‍થયાત્રાનો પ્રારંભ થશે, સ્‍થની પહિદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી માધાતાસિહ જાડેજાના હસ્‍તે કરવામાં આવશે.

રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉનના સૌથી ઉંચા મહાકાળી માતાજી આકર્ષણનું કેન્‍દ્ર બનશે. જે રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે, સ્‍થયાત્રા સવારે ૮:૦૦ વાગે નિજ મંદિરેથી નીકળી ૨૬ કિ.મિ. રૂટ ઉપર ફરી સાંજે ૭:૦૦ વાગે મંદિરે પરત ફરશે. ભગવાન જગન્નાથજી જયારે ભક્‍તોને દર્શન આપવા માટે નીઠળશે ત્‍યારે શહેરના વિવિધ સાર્વજાનિક, ધાર્મિક અને રાજકીય સંગઠનો, વિવિધ સંસ્‍થાઓ, વિવિધ મંડળો, વેપારી સંગઠનો દ્વારા સ્‍થયાત્રાના ૨૯ કિ.મી.ના રૂટ ઉપર પુષ્‍પવર્ષા, ફુલહાર, સરબત, ઠંડાપીણા, પ્રસાદ વિતરણ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ભક્‍તજનોને ૨૫૦ કિલો ફણગાવેલા મગ અને ૧૫૦ કિલો ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સ્‍થયાત્રા નિજ મંદિરથી સવારે ૮:૩૦ વાગ્‍યે પ્રારંભ થશે જે મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, સદરબજાર, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઇન રોડ, પીડીએમ કોલેજ, સ્‍વામીનારાયણ ચોક, મવડી રોક ફાયરબ્રિગેડ, રાજનગર ચોક, નાનામૌવા ચોકડી, નિજ મંદિર યાત્રા પૂર્ણ થશે. ૨૫ કીમીના રૂટ ઉપર વિવિધ સંસ્‍થાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. બપોરે ૧:૦૦ વાગ્‍યે માંધાતાસિહના પેલેસમાં ભક્‍તજનો પ્રસાદ લઈ વિરામ કરશે.

 રથયાત્રામાં વૃંદાવનની રાસમંડળી, ઉજજૈનનું અધોરી ગૃપ લોકોને મનોરંજન પીરસશે અને વિરાટ મહાકાલી માતાજી નગરજનોને દર્શન આપશે, રથયાત્રામાં સૌથી આગળ ડીજે, ત્‍યારબાદ રાસમંડળીઓ, મુખ્‍ય ત્રણ રથ જેમા ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજશે. ત્‍યારબાદ મગના પ્રસાદનો સ્‍થ, ત્‍યારબાદ સુશોભીત ફલોટસ સાથેના વાહનો જોડાશે. તેમ જગન્નાથ મંદિરના મહંત ૧૦૦૮ મહા મંડલેશ્વર ત્‍યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.

(2:38 PM IST)