<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ભકિતનગર સર્કલ ખાતે આયોજીત ગણપતિ ઉત્‍સવમાં કાલથી ત્રણ દિ' વિવિધ સ્‍પર્ધાઓ

કાલે આરતી થાળી સ્‍પર્ધા, રવિવારે મ્‍યુઝીકલ ચેર, બાપ્‍પા સ્‍પેશ્‍યલ સોંગ, ક્‍વીઝ કોન્‍ટેસ્‍ટ, સોમવારે મોદક સ્‍પર્ધા : નામ નોંધણી

રાજકોટ : ધર્મરક્ષક પરિષદ એમ.કે. ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ર૧મા વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજીત શ્રી ગણપતિ મહોત્‍સવમાં બ્રેઇન બ્‍યુટી કલબ સાથે સંયુકતમાં ભક્‍તિનગર સર્કલ ખાતે ધારેશ્વર ડેરીની સામે શ્રી ગણપતિ દાદાના સાનિધ્‍યમાં આનંદ ઉત્‍સવની ઉજવણીમાં ૩ દિવસ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામને ભેટ તેમજ બધી સ્‍પર્ધામાં ૧ થી પ નંબરને ભેટ આપવામાં આવશે.

આરતી થાળી સ્‍પર્ધા ભકિતમાં સુંદરતાનો સંગમ તા. ૧૯ શનિવાર બપોરે ૩:૩૦ થી પઃ૩૦, રવિવાર તા. ર૦ બપોરે ૩ થી ૬ કિડઝ સ્‍પેશ્‍યલ મ્‍યુઝીકલ ચેર, બાપ્‍પા સ્‍પેશ્‍યલ સોંગ, કિવઝ કોન્‍ટેસ્‍ટ સ્‍પેશ્‍યલ, કીડઝ ધાર્મિક - લાઇક મહાદેવ, ક્રિષ્‍ના, રામ, ગણેશા, હનુમાન દાદા (પ થી ૧ર વર્ષ સુધીના બાળકો). સોમવાર તા. ર૧ બપોરે ૩:૩૦ થી પઃ૩૦ મોદક સ્‍પર્ધા-સ્‍વાદથી ભરપૂર મોદક ઘરેથી બનાવી જીતો બાપ્‍પાનું દિલ. સ્‍પર્ધામાં આરતીની થાળી ઘરેથી તૈયાર કરીને આવવી. કીડઝની મ્‍યુઝકિ ચેરમાં બાળકો સાથે વાલીએ હાજર રહેવું (ઉંમર પ થી ૧રના બાળકો), ક્‍વિઝ કોન્‍ટેસ્‍ટમાં ધાર્મિક કેરેકટર પર તૈયારી કરી આવવું. તા. ર૧ મોદક લાડુ સ્‍પર્ધામાં મોદક ઘરેથી બનાવેલા જ લઇને આવવું. નામ નોંધણી માટે અવનીબેન બગડાઇ (૯૭ર૩૬પ૯૭૩૯) ઉપપ્રમુખ નીલાબેન લાખાણી (મો. ૭૯૯૦૧૦૬૪૦૦), સેક્રેટરી સાવિત્રીબેન યાદવ (મો. ૮૯૮૦૦૭૦૯૬૦)નો સંપર્ક કરવો.

(3:05 PM IST)