<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વણિક મહાજન સમાજ દ્વારા ગુરૂવારે ‘વણિક જોડો યાત્રા'

કાર, બાઇક સાથે નાગર બોર્ડીંગ ખાતેથી યાત્રાનો પ્રારંભ : ગાંધીજીની પ્રતિમાએ સમાપન

રાજકોટ : નવનાત વણિક સમાજ (મહાજન સમાજ) દ્વારા વણિક સમાજની એકતા, અખંડિતતા, સંગઠનશકિત અને સામાજિક ઉત્‍થાનના ઉમદા આશય સાથે ‘વણિક જોડો યાત્રા'નું આયોજન તા. ૧૮ નવેમ્‍બરથી ર૮ નવેમ્‍બર દરમિયાન સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઐતિહાસિક યાત્રા ગુરૂવાર, તા. ર૬ સવારે ૯:૩૦ કલાકે રાજકોટ શહેરમાં પરિભ્રમણ કરશે.

આ યાત્રાનો પ્રારંભ ટાગોર રોડ સ્‍થિત નાગર બોર્ડિંગ ખાતેથી કાર, બાઇક સાથે શરૂ થશે. જે ત્રિકોણબાગ થઇ જયુબિલી ચોક નજીક આવેલી રાષ્‍ટ્રપતિ મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને નમન અને પુષ્‍પાંજલી અર્પણ કરીને પૂર્ણ કરવામાં આવશે. આ યાત્રાનો હેતુ સમાજની એકતા, સંગઠન, સંસ્‍કાર અને જીવદયાનો સંદેશ આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં નવનાત વણિક સમાજના પ્રશાંતભાઇ શાહ, રાકેશભાઇ ડેલીવાળા, યોગેશભાઇ બાવીશી, મયુરભાઇ શાહ, ગીરીશભાઇ શાહ અને નરેન્‍દ્રભાઇ સોરઠીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:48 PM IST)