<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ગોૈશાળા-પાંજરાપોળ માટે લીલો-સૂકો ઘાસચારો તાકિદે રીલીઝ કરાવોઃ સિધ્‍ધાર્થ ગોૈશાળામાં ૬૦૦ ગાયો માટે નીરણનો સવાલ?!

વિવિધ ગોૈશાળા સંચાલકોનું કલેકટરને આવેદનઃ અન્‍ય જીલ્લામાં ફોરેસ્‍ટ ખાતુ આપે છે તો રાજકોટ જીલ્લામાં કેમ નહી?!

 

 

રાજકોટ, તા.૧૮: કુવાડવા પાસે આવેલ સિધ્‍ધાર્થ ગોૈશાળા અને અન્‍ય ગોૈશાળાના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી ગોૈશાળા પાંજરા પોળના અછતના કારણે તાત્‍કાલીક  સુકો ઘાસ ચારો ફાળવવા  માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે રાજકોટ સોૈરાષ્‍ટ્રમાં આ વર્ષે વરસાદ ઓછો પડવાથી સુકા ઘાસચારની ખુબજ  અછત સમર્જયેલી છે. જેના કારણે ગોૈશાળામાં હાલ પૂરતો લીધો-સૂકો ઘાસચારો ન હોય અને અમારી સંસ્‍થામાં અંદાજીત ૬૦૦થી વધુ ગોૈવંશ તેમજ ગોૈમાતને નિભાવ કરવામાં આવતો હોવાથી ખુબજ મુશ્‍કેલી હોવાથી આપને વિનંતી છે કે જંગલખાતાને સૂચના આપી જે સૂકો-ધાસચારો રીઝર્વ રાખવામાં આવેલ હોય તે ઘાસચારો ગોૈશાળામાં વિતરણ કરવા આદેશો કરશો.

અમોએ આ પહેલા પણ આપને અને ૧૪મીએ મૂખ્‍યમંત્રીને રજૂઆતો કરેલ છે. પોરબંદર, દ્વારકા, કચ્‍છ-ભૂજના તાલૂકાઓમાં ફોરેસ્‍ટ ખાતામાંથી ઘાસ અપાઇ રહયું છે. તો રાજકોટ જીલ્લામાં કેમ નથી અપાતુ તેવો વેધક સવાલ કરાયો હતો

(3:01 PM IST)