<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

રાજકોટમાં સતત ૧રમાં વર્ષે રવીવારે UPSC પરીક્ષા

કુલ ૯ કેન્‍દ્રો : ર૪૩૭ ઉમેદવારો : બે પેપર : કલેકટરનું ડાયરેકટ સુપરવીઝન : ત્રણ ડે. કલેકટરોને જવાબદારી

રાજકોટ, તા. રરઃ  UPSC દ્વારા લેવામાં આવતી દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ (IAS/IPS) ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૨૪ મે, રવિવારના રોજ યોજાનાર છે. રાજકોટમાં આ પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે. રાજકોટમાં આ વખતે ૧૨મી વખત આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં શહેરના ૯ જેટલા પરીક્ષા કેન્‍દ્રો પર ૨૪૩૭ ઉમેદવારો પરીક્ષા આપશે.

રાજકોટના IP મિશન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, અને કણસાગરા કોલેજ સહિતની કુલ ૯ શૈક્ષણિક સંસ્‍થાઓમાં પરીક્ષાના સેન્‍ટરો ફાળવવામાં આવ્‍યા છે.

પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે દિલ્‍હી ખાતેથી બે ખાસ ઉચ્‍ચ અધિકારીઓ નિરીક્ષણ માટે રાજકોટ આવ્‍યા હતા. તમામ પરીક્ષા કેન્‍દ્રો અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્‍યા છે.સ્‍થાનિક વહીવટી તંત્ર ઉપરાંત કેન્‍દ્રીય નિરીક્ષકો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. બેઠક વ્‍યવસ્‍થા, પાણી અને અન્‍ય પ્રાથમિક સુવિધાઓ અંગે અત્‍યારથી જ સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પરીક્ષા અંગે પુરવઠા ખાતાની કચેરીમાં ખાસ કન્‍ટ્રોલ રૂમ ઉભો કરાયો છ, ત્રણ ડે. કલેકટરોને નોડલ ઓફીસર તરીકે જવાબદારી સોંપાઇ છે. 

(3:04 PM IST)