તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
રાજકોટના પડધરી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો: ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
સરપદડ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ :નદીઓ બે કાંઠે વહેતી થઈ: ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીઘોડી જેવા પાંચથી સાત ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો

રાજકોટના પડધરી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તો અનરાધાર વરસાદ વરસ્યો છે. સરપદડ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ત્યાંની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીઘોડી જેવા પાંચથી સાત ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પરથી પાણીના પ્રવાહ એ રીતે વહેતા જોવા મળ્યા છે જાણે નદીઓ વહેતી હોય.
આ વર્ષે અષાઢી બીજના શુભ દિવસે જ વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ઉત્સાહનો સંચાર થયો છે. આ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આગામી વાવણી કાર્યને વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે
(8:07 PM IST)










