તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની ૩૦ સોસાયટીમાં ૨૭મી જૂને અશાંતધારો પૂરો થશેઃ કલેકટરે અશાંતધારો લંબાવવા સરકારમાં દરખાસ્ત મોકલી
પ્રાંત-૧ની દરખાસ્ત બાદ કાર્યવાહીઃ ૩૦ સોસાયટીમાં અશાંતધારો યથાવત રહેવાના એંધાણઃ હવે દડો રાજયના ગૃહખાતા પાસે..

રાજકોટ, તા.૧૯: તાજેતરમાં પヘમિ વિસ્તારની ૨૬ જેટલી સોસાયટીઓમાં શાંત ધારો લંબાવાયો હતો, હવે ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની ૩૦ જેટલી સોસાયટીઓમાં પાંચ વર્ષ પહેલા લાગુ પડેલ અશાંતધારો લંબાય અને યથાવત રહે તેવા સ્પષ્ટ એંધાણ મળી રહયા છે.
રાજકોટ કલેકટર કચેરીના અધીકારી સુત્રોના ઉમેર્યુ પ્રમાણે ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળની ૩૦ સોસાયટીમાં ૨૦૨૨માં લાગુ કરાયો હતો, જેની મૂદત ૨૭ જૂને પૂર્ણ થવા જઇ રહી છે, પરીણામે આ સોસાયટીમાં અશાંતધારો લંબાવવા અંગે ૫ થી ૬ દિવસ પહેલા રાજકોટ સીટીપ્રાંત-૧દ્વારા કલેકટરને દરખાસ્ત કરી દેવાઇ હતી, કલેકટરે તમામ રીપોર્ટ મંગાવી, ફાઇલોનો અભ્યાસ કરી, ૨ થી ૩ દિવસ પહેલા ઉપરોકત ૩૦ સોસાયટીમાં અશાંતધારો લંબાવવા અંગે રાજયના મહેસૂલ અને ગૃહખાતામાં દરખાસ્ત કરી દીધી છે. જો અંગે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં નિર્ણય લઇ જાહેરનામુ બહાર પડાશે.
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની વસ્તીની ભૌગોલિક સ્થિતિ અને શાંતિ-સલામતી જળવાઈ રહે તે હેતુથી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા આ અશાંતધારાની મુદત લંબાવવા માટે મહેસૂલ અને ગળહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મોકલવામાં આવેલી આ દરખાસ્ત પર હવે રાજ્યના ગળહ વિભાગ દ્વારા ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. ગળહ વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની આ ૩૦ સોસાયટીઓમાં અશાંતધારાની મુદત આગામી વર્ષો માટે લંબાવી દેવામાં આવશે.
આ ૩૦ સોસાયટીમાં તિરૂપતિ સોસાયટી, નીલકંઠ પાર્ક સોસાયટી, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, કેદારનાથ, સૂર્યોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તારમાં, વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી, પુનીત સોસાયટીમાં, પટેલ નગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા સોસાયટી, રાધાકળષ્ણ નગર, મારૂતિ નગરનો સમાવેશ થાય છે.હવે જોવાનું રહેશે કે કલેકટર તંત્ર દ્વારા મોકલવામાં આવેલી આ દરખાસ્ત પર હવે રાજ્યના ગળહ વિભાગ લીલીઝંડી આપશે કે કેમ? જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.અશાંતધારાથી કોમી વૈમનસ્ય પર કંટ્રોલ આવી શકે છે. કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી. જેના પગલે અશાંત ધારાનો કાયદો બનાવાયો. તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા. કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી છે.
(3:02 PM IST)










