તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
કન્ઝયુમર લો પ્રેકટીશ્નર્સ એસો.ના નવનિયુકત હોદ્દેદારોની બિનહરીફ વરણીઃ પંકજભાઈ દેસાઈ દ્વારા નામોની જાહેરાત

રાજકોટઃ તાજેતરમાં અર્બન ડેક રેસ્ટોરન્ટમાં યોજાયેલ એક વિશેષ સાધારણ સભામાં રાજકોટનાં ગ્રાહક તકરાર નિવારણ આયોગ ખાતે જનતાનાં કન્ઝયુમર તરીકેનાં હકકો માટે કટીબધ્ધ એવા કન્ઝયુમર લો ક્ષેત્રે પ્રેક્ટીસ કરતા વકીલોનું એક એસોસીએશન જે છેલ્લા ચાર વર્ષથી વકીલોનાં હિત માટે સતત કાર્યરત રહયું છે. અને આયોગ તથા વકિલો વચ્ચે જેને એક સેતુ તરીકેનું માધ્યમ બનીને જ્યારે સુમેળ સાધ્યો છે ત્યારે નવા વર્ષે ૨૦૨૬-૨૭ નાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં યુવા, તરવરીયા અને જોશીલા યુવાનોની ટીમ હવે પછીનું સુકાન સંભાળશે.
આ નવી જવાબદારી વહન કરનાર ટીમનું નામ યોજાયેલી વિશેષ સાધારણ સભામાં સિનીયર એડવોકેટ શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેને બહુમતી થી બિન હરીફ વરણીને બહાલી આપવામાં આવી હતી. આ નવી બોડીમાં પ્રમુખ તરીકે સાગર હપાણી, ઉપપ્રમુખ તરીકે જસ્મીનભાઈ હવે, સેક્રેટરી તરીકે પારસ શેઠ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પૂર્વીબેન સંઘવી, ટ્રેઝરર તરીકે પ્રશાંતભાઈ લાઠીગ્રા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે નિશાંત જોશી અને કારોબારી સભ્ય તરીકે રવિભાઈ ત્રિવેદી, પાર્થરાજાસિહ ઝાલા, હુશૈનભાઈ હેરંજા, હીરેનભાઈ ડોબરીયા, જેનીલ પરસોંડા, રોશનીબેન જસાણી તથા ભુમીબેન મહેતાની નિમણુંક કરવામાં આવી હતી.
એડવાઈઝરી કમીટીમાં સિનીયર મોસ્ટ એડવોકેટ સર્વ શ્રી જે.જે. ત્રીવેદી, પી.આર. દેસાઈ તથા પી.એચ. કોટેચા વિગેરે માર્ગદર્શક તરીકે જરૂરી માર્ગદર્શન પુરુ પાડશે. આ તકે યોજાયેલ ખાસ સાધારણ સભામાં ગત વર્ષનાં પ્રમુખશ્રી ડી.બી. વસાવડાનું સાગરભાઈ હપાણી દ્વારા, ઉપપ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ જાનીનું જસ્મીનભાઈ દવે તથા સીનીયર એડવોકેટ શ્રી પી.આર. દેસાઈ, પી.એચ. કોટેચાનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ખુબ મોટી સંખ્યામાં કન્ઝયુમર લો ની પ્રેકટીસ કરતા વકીલો ઉપસ્થિત રહયા હતા. ગત સોમવારનાં રોજ આ નવનિયુક્ત હોદેદારોએ ગ્રાહક તકરાર નિવારણ આયોગનાં પ્રમુખ (જજ)શ્રી રાવલ તથા સભ્યશ્રી ભટ્ટની વિશેષ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે જજ શ્રી દ્વારા નવી બોડીનાં મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આયોગ અને વકિલોનાં સુંદર માધ્યમ થકી આવનારા સમયમાં વકીલોનાં જ્ઞાનમાં વધારો થાય નવા કાયદાઓ અંગે તંદુરસ્ત ચર્ચા થાય, કેસોને ઝડપી અને ન્યાય સંગત રીતે ચલાવીને ગ્રાહકોને ઝડપથી ન્યાય મળે તે માટેનાં ઉત્કૃષ્ટ પ્રયાસો માટે હંમેશા તેઓશ્રી દ્વારા સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી. આ નર્વાનયુક્ત બીન હરીફ હોદેદારો દ્વારા આવનાર દિવસોમાં સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવી વધુમાં વધુ પ્રેકટીશ્નર્સ વોડેલો આ એસોસીએશનમાં જોડાય તેવા સઘન પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવાયું છે.
(10:45 AM IST)










