News of Wednesday, 18th November 2026
ત્રંબામાં ગામતળની જગ્યામાં બેફામ પેશકદમી આવારા તત્વોનો ત્રાસઃ મામલતદારને ફરિયાદ
ત્રંબાના યશ ચૌહાણની રજૂઆતઃ ટ્રાફિકની પણ ગંભીર સમસ્યા

રાજકોટઃતા.૧૮, ત્રંબાના યશ ચૌહાણે રાજકોટ તાલુકા મામલતદારને ફરિયાદ અરજી પાઠવી ગામતળની જગ્યામાં બેફામ પેશકદમી, આવારા તત્વો, બુટલેગરોનો બેફામ ત્રાસ, ગામમાં સતત ભયનો મહોલ ઉભો કરે છે તેઓને દૂર કરવા માંગણી કરી હતી.
ફરિયાદમા ઉમેર્યુ છે કે, ત્રંબા ગામતળમાં આવેલ જગ્યામાં માથાભારે તત્વો સરકારી જમીનમાં પેશદમી, બુટલેગરોનો અહસ્ય ત્રાસ, વિદ્યાર્થીઓ, મુસાફરો, બહેન-દિકરીઓને નિકળવું મુશ્કેલ બની ગયું છે. ટ્રાફિકસની સમસ્યાને લિધે નિર્દોષના જીવ જોખમમાં મુકાય છે. ઉલેખનિય છે કે દબાણકર્તાઓને લિધે ઘણી દુર્ઘટનાઓ બની છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પણ દબાણો અંગે ગંભીરતા પૂર્વક ધ્યાન દોરવામાં આવ્યું છે આપશ્રીને અમારી વિનંતી છે કોઇ અનિચ્છનિય દુર્ઘટના ન બને એ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
(1:03 PM IST)










