News of Friday, 2nd October 2026
યુનિટી ફાઉન્ડેશન દ્વારા ‘સંસ્કારી નવરાત્રી'નું ભવ્ય આયોજન
ઘરે બેઠા ઓનલાઇન પાસ બુકીંગ સાથે વિશાળ પાર્કીંગ - આધુનિક સાઉન્ડ સીસ્ટમ સાથે ભારતીય સંસ્કૃતિ અને સામાજીક એકતાની ભાવનાને કેન્દ્ર રાખી આયોજન

રાજકોટ, તા.૨: નવરાત્રીના પાવન પર્વને પરંપરા, સંસ્કાર અને આધુનિક વ્યવસ્થાના સુમેળ સાથે ઉજવવાના હેતુથી યુનિટી ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા આ વર્ષે ભવ્ય.. ‘સંસ્કારી નવરાત્રી'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કળતિ અને સામાજિક એકતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ નવરાત્રીમાં પ્રાચીન ગરબી અને દાંડિયા મુખ્ય આકર્ષણ રહેશે.
યુનિટી ફાઉન્ડેશનના નવરાત્રિ મહોત્સવને યાદગાર અને અનોખો બનાવવા માટે દીકરીઓ દ્વારા રજૂ થનારા રાસ-ગરબાની ખાસ તૈયારી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. અનુભવી કોરિયોગ્રાફરની માર્ગદર્શિકા હેઠળ દીકરીઓને તાલ, લય, સ્ટેપ્સ અને રાજકોટની આગવી ગરબા પરંપરાનો સુંદર સમન્વય કરાવીને શાનદાર રજૂઆત માટે તૈયાર કરવામાં આવી રહી છે. દીકરીઓનો ઉત્સાહ, એકસાથે થતી પ્રેક્ટિસ અને તેમની અદભુત મહેનત જોઈને આ વર્ષે યુનિટી ફાઉન્ડેશનનો રાસ-ગરબા કાર્યક્રમ દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.
નવરાત્રીનું આયોજન સત્યસાઈ રોડ પર આલાપ અને શ્રીજી સોસાયટી વચ્ચે આવેલા વિશાળ ગાર્ડન વિસ્તારમાં, નાના મોવા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે.
વળક્ષોથી ઘેરાયેલા વિશાળ ગાર્ડન અને ખુલ્લી જગ્યાના નેચરલ વાતાવરણમાં પરિવાર સાથે ગરબાની રમઝટ માણી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા, શિસ્ત અને સુવ્યવસ્થાને વિશેષ મહત્વ આપી આ આયોજનને ‘ગ્રીન નવરાત્રી' તરીકે આગવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
નવરાત્રી દરમિયાન રાજકોટના નામાંકિત કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાથે આધુનિક સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ દ્વારા ગરબાપ્રેમીઓને ઉત્સવનો વિશેષ અનુભવ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિકતા સાથે ગરબા અને દાંડિયાની પરંપરાની ગરિમા જળવાઈ રહે તે બાબતને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.
નવરાત્રીમાં જોડાવા ઇચ્છતા ગરબાપ્રેમીઓ માટે ઓનલાઇન પાસ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. યુનિટી ફાઉન્ડેશનની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી કોઈપણ વ્યક્તિ કોઈપણ સ્થળેથી ઘરે બેઠા ઓનલાઇન પાસનું બુકિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડિજિટલ વ્યવસ્થાના કારણે રાજકોટ ઉપરાંત અન્ય શહેરોમાંથી આવતા ગરબાપ્રેમીઓ પણ સરળતાથી ઓનલાઇન પાસ મેળવી શકશે.
નવરાત્રીના પસંદગીના કાર્યક્રમોનું ડિજિટલ માધ્યમો તથા YouTube Live દ્વારા લાઇવ પ્રસારણ કરવાની પણ યોજના છે. સાથે કાર્યક્રમને વ્યાપક લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા કવરેજનું આયોજન કરવામાં આવશે.
યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટના વેપારીઓ, ઉદ્યોગકારો, સંસ્થાઓ તથા પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સને પણ આ ભવ્ય આયોજન સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા, પ્રમુખ શ્રી હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ તોગડિયા તથા મંત્રી શ્રી જીગ્નેશભાઈ કિયાડા સહિત સમગ્ર ટીમ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
યુનિટી ફાઉન્ડેશન - રાજકોટનું સ્થળઃ સત્યસાઈ રોડ, આલાપ અને શ્રીજી સોસાયટી વચ્ચેનું ગાર્ડન, નાના મોવા રોડ, રાજકોટ ખાતે રહેશે. સંપર્કઃ શ્રી વિજયભાઈ તોગડિયા - ૯૦૩૩૩૨૩૨૧૦ ઉપર કરવો તેમ જણાવાયું છે
(3:38 PM IST)










