<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

૧૦ વર્ષના શૌર્યની અનોખી પ્રતિભાઃ નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાનો વીડિયો બનાવી વધાવ્યો ઉત્સાહ

હનુમાન ચાલીસા અર્થ સાથે રજૂ કરે છે, એક મિનિટમાં શ્રીરામની ૪૦ પેઢીના નામ બોલી શકે છે, ગીતાના શ્લોકો પણ અર્થ સહિત કંઠસ્થ

 

 

રાજકોટ : માત્ર ૧૦ વર્ષના શૌર્ય કાકરેચાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવતો વીડિયો બનાવી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. શુભમ ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતા શૌર્યને ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાનમાં ખાસ રસ છે.

શૌર્ય હનુમાન ચાલીસા માત્ર કંઠસ્થ જ નથી રાખતો, પરંતુ તેના અર્થને પણ સરળતાથી સમજાવી શકે છે. એટલું જ નહીં, ભગવાન શ્રીરામની ૪૦ પેઢીના નામ માત્ર એક મિનિટમાં બોલી બતાવવાની ક્ષમતા ધરાવે છે.

ભગવદ્ ગીતા પ્રત્યે પણ શૌર્યનો વિશેષ લગાવ છે. ગીતાના અનેક શ્લોકો તેને કંઠસ્થ છે અને તે શ્લોકોનો અર્થ પણ સમજાવી શકે છે.

હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શૌર્યએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપતાં પેપર કિવલિંગની મદદથી સુંદર ગણપતિ પોસ્ટર પણ તૈયાર કર્યું છે. અભ્યાસની સાથે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક જ્ઞાન અને સર્જનાત્મક -પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા શૌર્યની -તિભા અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

(3:37 PM IST)