News of Tuesday, 5th May 2026
શહેર પોલીસનો અનોખો પ્રયાસઃ ૧૫ દિવસનો સ્પોર્ટસ સમર કેમ્પ
ક્રિકેટ, ફુટબોલ, સ્કેટીંગ, બાસ્કેટ બોલ અને વોલીબોલ જેવી રમતોની તાલિમ એહસાસ ટ્રસ્ટ અને ઓમ્નિટેક એન્જિનીયરીંગના સહયોગથી આયોજન

રાજકોટ તા. ૫: રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ અને શહેરીજનોના બાળકો વચ્ચે સકારાત્મક જોડાણ મજબૂત બનાવવાના તેમજ તેમના કૌશલ્યને યોગ્ય દિશા આપવા એહસાસ ટ્રસ્ટ અને ઓમ્નિટેક એન્જિનિયરિંગ લિમિટેડ ઉદયભાઈ પારેખના આર્થિક સહયોગથી ૧૫ દિવસીય સ્પોર્ટ્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૪મેથી ૧૮ મે દરમિયાન રાજકોટ પોલીસ હેડક્વાર્ટર, રેસકોર્સ ખાતે યોજાયેલ આ સમર કેમ્પમાં ભાગ લેનાર બાળકોને ક્રિકેટ, ફૂટબોલ, સ્કેટિંગ, બાસ્કેટબોલ અને વોલીબોલ જેવી વિવિધ રમતોમાં વ્યાવસાયિક માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવશે.
અત્યાર સુધીમાં ૧૭૦ થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન નોંધાવેલ છે. જેમાં ૯૫ ફૂટબોલ, ૫૭ ક્રિકેટ અને ૨૦ જેટલા બાળકોએ સ્કેટિંગ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ કેમ્પના આયોજનનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકોના બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવું તેમજ તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. તેમજ આજના સમયમાં વધતા સ્ક્રીન ટાઈમ અને ઓછી શારીરિક પ્રવળત્તિને ધ્યાનમાં રાખીને બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધે અને તેઓ શારીરિક રીતે સક્રિય બને તે માટે આ કેમ્પ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કેમ્પ દ્વારા બાળકોમાં નિયમિત વ્યાયામ, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવામાં આવશે, જેથી તેઓ શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત બની શકે. આ પંદર દિવસ દરમિયાન તાલીમ સત્રો સવારે ૭ થી ૯ અને સાંજે ૫ થી ૮ એમ બે સમયગાળામાં યોજાશે, જેથી વધુમાં વધુ બાળકો આ તકનો લાભ લઈ શકશે. બાળકોમાં રહેલા કૌશલ્યને બહાર લાવવા તેમજ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઉત્કળષ્ટ પરિણામ લાવવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ સમર કેમ્પમાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ સમર કેમ્પના સફળ આયોજન માટે ઓમ્નિટેક એન્જિનિયરિંગ લિમિટેડ તરફથી શ્રીમતી કિન્નરીબેન તથા દીક્ષિતભાઈ અને એહસાસ ટ્રસ્ટ તરફથી નિヘલભાઈ સંઘવી અને કૌશિકભાઈ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પ અંગે વિશેષ માહિતી માટે સ્પોર્ટ્સ ઓફિસર અનિલભાઈ દવેનો તેમના મોબાઈલ નં. ૯૪૨૮૨ ૫૧૫૨૩ ઉપર સંપર્ક કરી શકાશે.
(3:12 PM IST)










