તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
શાપર શાંતિધામ પાસેથી બેભાન મળેલા અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ તા.૨૮: શાપર વેરાવળમાં શાંતિધામ પાસે બાપા સિતારામ ચોકમાં અજાણ્યા આશરે ૪૦ વર્ષના યુવાન બેભાન મળી આવતાં ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃતક બિમારીની હાલતમાં પડયા હોઇ બેભાન જેવા થઇ ગયા હતાં. ઓળખ મેળવવા અને મોતનું કારણ જાણવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:45 PM IST)










