News of Saturday, 1st August 2026
કુવાડવા હાઇવે પર ઇજાગ્રસ્ત મળેલા અજાણ્યા યુવાનનું મોત
વાલીવારસ હોય તો કુવાડવા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧: કુવાડવા રોડ પર અમદાવાદ હાઇવે પર અમૃત હોટેલ નજીક અજાણ્યો આશરે ૨૮ વર્ષનો યુવાન ૨૯મીના રોજ ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં ૧૦૮ના તબિબે મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકે બ્લુ ટી-શર્ટ પહેરેલુ છે. કોઇ વાહન અકસ્માત નડયાની શક્યતા છે. મૃતકના સગા સંબંધી હોય તો કુવાડવા રોડ પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૨૮ ઉપર સંપર્ક કરવો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(4:03 PM IST)










